News of Tuesday, 24th November 2026
NIMA મોરબી ડિસ્ટ્રિક્ટના તબીબો “ડ્રગ્સ મુક્ત ગુજરાત” અભિયાનમા જોડાશે.
નશાની લતથી પીડિત કોઈ પણ વ્યક્તિને સારવાર અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી ::નેશનલ ઈનટીગરેટેડ મેડિકલ ઍસોસિયેશન મોરબી ડિસ્ટ્રિક્ટના તબીબો 1 ડિસેમ્બરથી ગુજરાત સરકાર દ્વારા શરૂ થનારા ‘ડ્રગ્સમુક્ત ગુજરાત અભિયાન’માં સક્રિય રીતે જોડાશે. અભિયાન અંતર્ગત નશાની લતથી પીડિત કોઈ પણ વ્યક્તિને સારવાર અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ નશાનો કારોબાર કરનારાઓ અંગેની જાણકારી પોલીસને પહોંચાડવામાં પણ તબીબો સહયોગ આપશે. નકશાજુઓ
નેશનલ ઈનટીગરેટેડ મેડિકલ ઍસોસિયેશન મોરબી ડિસ્ટ્રિક્ટના પ્રમુખ અને ગુરુકૃપા હોસ્પીટલ મોરબી 2 ખાતે સેવા આપતા ડો. સંજયકુમાર નિમાવત મો. 9909463749 દ્વારા જાહેર જનતાને પણ આ અભિયાન મા ભાગીદાર થવા વિનમ્ર અનુરોધ કરવામા આવે છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
