<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

ગીર સોમનાથના વેરાવળ-પાટણમાં શ્વાનનો આતંક :ભાજપના નેતા સહિત કેટલાકને બાચકા ભરી લીધા

શહેરના મુખ્ય માર્ગો, શેરીઓ અને રહેણાંક વિસ્તારોમાં રખડતાં શ્વાનના ટોળાં: સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા છ મહિનાથી શ્વાનનો ઉપદ્રવ વધ્યો

વેરાવળ-પાટણમાં રખડતાં શ્વાનનો ત્રાસ હવે સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ રાજકીય આગેવાનો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. ભાજપના એક નેતાને શ્વાન કરડવાની ઘટના સામે આવતાં શહેરમાં રખડતાં શ્વાનની સમસ્યા ફરી ચર્ચામાં આવી છે. વેરાવળ-પાટણ શહેરના મુખ્ય માર્ગો, શેરીઓ અને રહેણાંક વિસ્તારોમાં રખડતાં શ્વાનના ટોળાં જોવા મળી રહ્યાં છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા છ મહિનાથી શ્વાનનો ઉપદ્રવ વધ્યો છે અને દરરોજ સરેરાશ 8થી 10 લોકોને શ્વાન કરડતા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે

(4:46 PM IST)