News of Tuesday, 3rd November 2026
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બુંદરણ ગામમાં ડબલ મર્ડર : ખેતરમાં કાર સાથે સગીર અને યુવકને જીવતા સળગાવી દીધા
સવારે અડધા સળગેલા મૃતદેહો મળ્યા, પોલીસે અજાણ્યા શખસોની શોધખોળ હાથ ધરી : કારણ અંગે તપાસનો ધમધમાટ

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી તા.૩ : જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. એક ખેતરમાં એક સગીર અને એક યુવકને કાર સાથે જીવતા સળગાવી દેવામાં આવ્યા હોવાની સનસનીખેજ ઘટના બની છે.
ગત રાત્રે અજાણ્યા શખસોએ બંનેને ખેતરમાં લઈ જઈ કારમાં જ આગ લગાવી દીધી હતી. આજે વહેલી સવારે સ્થાનિક ખેડૂતોને ખેતરમાં બળી ગયેલી કાર અને અંદર બે અડધા સળગેલા મૃતદેહો દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ અમરેલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને FSLની ટીમને બોલાવી તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
હત્યાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ પ્રેમ પ્રકરણ કે જૂની અદાવતમાં આ હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે આ મામલે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
