તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
કચ્છના મુન્દ્રામાં આડા સંબંધની આશંકાએ બેવડી હત્યાથી ચકચાર
પ્રેમી, પતિ અને પતિના મિત્ર વચ્ચે હિંસક અથડામણમાં બેના મોત, એક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦: કચ્છના મુન્દ્રાના બારોઈ રોડ ઉપર આવેલા સૂરજનગર વિસ્તારમાં આડા સંબંધની આશંકાને પગલે લોહિયાળ બન્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ હિંસક ઘટનામાં ઘાતક હુમલો થતાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મુન્દ્રાના વિભાગીય પોલીસ અધિકારી ગૌતમ વિવેકાનંદે આપેલી માહિતી માહિતી મુજબ, આદિપુરના શંકર ઉર્ફે વિજય ગઢવી તેના મિત્ર પ્રકાશ સુથાર બંને સાથે મુન્દ્રા આવ્યા હતા. દરમિયાન શંકર ઉર્ફે વિજય ગઢવીના પત્ની અને મુન્દ્રાના જયરાજ સરવૈયા વચ્ચે આડા સંબંધ હોવાની આશંકાને પગલે તેમની વચ્ચે સામસામે ઝપાઝપી અને હુમલાનો બનાવ સર્જાયો હતો. આ હુમલાના બનાવમાં જયરાજ સરવૈયા અને પ્રકાશ સુથાર બે જણના મોત નિપજ્યા હતા. જ્યારે શંકર ગઢવીને ગંભીર ઇજાઓ થતા તેમને વધુ સારવાર માટે ભુજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં ગંભીર હાલતમાં તેમની સારવાર ચાલુ છે. દરમ્યાન આપસમાં બનેલા ઝઘડાના આ બનાવ અંગે પોલીસ દ્વારા એફઆઈઆર સહિત વધુ તપાસ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
