તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
ડો. હેડગેવાર સ્મારક સમિતિ - રાજકોટ તથા મોરબી શાખા દ્વારા બજરંગ સીવણ કેન્દ્રમાં પ્રશિક્ષણ પૂર્ણ કરેલ બહેનો ને પ્રમાણપત્ર નું વિતરણ.
કાર્યક્રમમાં આંબેડકર ઉપનગરના કાર્યવાહ પારસભાઈ વોરા અને જિલ્લા સેવા ટોળીના સદસ્ય હરિભાઈ સરડવા ઉપસ્થિત રહ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી નગરના આંબેડકર ઉપનગરની વિજય નગર વસ્તીમાં ચાલતા બજરંગ સીવણ કેન્દ્રમાં તારીખ ૫/૮/૨૬ ને બુધવારના રોજ બજરંગ સીવણ કેન્દ્રમાંથી પ્રશિક્ષણ પૂર્ણ કરેલ ૯ બહેનો ને ડો.હેડગેવાર સ્મારક સમિતિ - રાજકોટ તથા મોરબી શાખા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં જિલ્લા સેવા પ્રમુખ ડો.જયદીપ કંઝારિયા દ્વારા બહેનોને સીવણ કાર્ય થકી સ્વાવલંબી બનવા અંગેની માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમમાં આંબેડકર ઉપનગરના કાર્યવાહ પારસભાઈ વોરા અને જિલ્લા સેવા ટોળીના સદસ્ય હરિભાઈ સરડવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વીર સાવરકર કેન્દ્રના સવિતાબેન ચાવડા તથા રામાનુજન પાઠદાન કેન્દ્રના પ્રીતિબેન ચાવડા તથા બજરંગ સીવણ કેન્દ્રના દિવ્યા બેન ચૌહાણે કર્યું હતું.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
