તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Thursday, 5th November 2026
ડો.બોઘરાએ જસદણ વિંછીયા પંથકના પત્રકારો સાથે સ્નેહમિલન યોજયું

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૫: માતળશ્રી પી કે બોઘરા મેડિકલ કોલેજ અને રિચર્સ સેન્ટર, કે ડી પરવાડીયા મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ આટકોટના ચેરમેન અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ જસદણ વીંછિયા પંથકના સ્થાનિક પત્રકારો સાથે દીપાવલી અનુસંધાને એક તોહમિલન યોજેલ હતું જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મિડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં આ તકે ભરતભાઈ બોઘરાએ જસદણ વીંછિયા રાજકોટ જિલ્લા સહિતના તમામ નાગરિકોને આવનારા તહેવારોની શુભકામના પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે સ્વસ્થ જનજીવન, સમળધ્ધ વિસ્તાર, વિકસિત ભારત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત'ના સંકલ્પ સાથે નવલા દિવસોમાં આપણા વિસ્તારના દરેક નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ, દરેક પરિવારને સુખાકારી અને દરેક ઘરમાં સમળદ્ધિ પ્રાપ્ત થાય તે માટે સંકલ્પબધ્ધ બનીએ આ તોહમિલનમાં પત્રકાર સંઘના પ્રમુખ કાળુભાઈ ભગત ઉપપ્રમુખ ઉપેન્દ્રભાઈ તેરૈયા મંત્રી દુર્ગેશભાઈ કુબાવત સહિતના તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
