<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

કાલે જુનાગઢમાં સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના રાસોત્‍સવમાં ડો.જગદીશ ત્રિવેદીનું સન્‍માન

‘પદ્મશ્રી'ને પૂ.મુકતાનંદબાપુ અને ડો.મહાદેવ પ્રસાદ મહેતાની ઉપસ્‍થિતીમાં ‘મહામાનવ એવોર્ડ' અર્પણ કરાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૨: જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા જોષીપરાના ખલીલપુર રોડ પર આવેલ અવસર ફાર્મ ખાતે પરશુરામ ધામ નવરાત્રી મહોત્‍સવનું સંસ્‍થાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર અને પ્રમુખ મનિષ ત્રિવેદી અને તેની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરાયુ છે. જેમાં પ્રથમ દિવસે જ ગાયક પ્રયાગરાજ ગઢવી, અંશ ઝાલા, પુજા તેમજ ઓરકેસ્‍ટ્રા એરેન્‍જર હરિઓમ પંચોલી (ધ ડ્રમ વર્લ્‍ડ) ધુમ મચાવી રહયા છે અને પ્રથમ નવરાત્રી થી જ ખેલૈયાઓએ જમાવટ કરી દીધી છે.

સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક જયદેવભાઇ જોષીએ જણાવ્‍યુ હતું કે, તા.૧૩ ને મંગળવારના રોજ ત્રીજા નોરતે રાત્રે પદ્મશ્રી હાસ્‍યકલાકાર જગદીશભાઇ ત્રિવેદીનું અખિલ ભારત સાધુ સમાજના અધ્‍યક્ષ પૂ.મુકતાનંદબાપુ તેમજ ડો.મહાદેવપ્રસાદ મહેતાની ઉપથિતીમાં જયદેવભાઇ અને સમગ્ર ટીમ દ્વારા મહામાનવ એવોર્ડ આપી સન્‍માન કરવામાં આવનાર છે. સમગ્ર નવરાત્રી મહોત્‍સવને સફળ બનાવવા સંસ્‍થાપક જયદેવ જોષી, કાર્તિક ઠાકર, પ્રમુખ મનિષ ત્રિવેદી, મહામંત્રી જીત તેરૈયા, વિરેન્‍દ્ર જોષી, પી.સી. ભટ્ટ સહિત આખી ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(1:26 PM IST)