<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

જૂનાગઢમાં સિનિયર સિટીઝન રમતોત્‍સવમાં ડો. શૈલેશ બારમેડાની શાનદાર સિદ્ધિ-બે ગોલ્‍ડ મેડલ અને એક ચેમ્‍પિયન ટ્રોફી

 

જુનાગઢ, રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિ વિભાગ તથા સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર દ્વારા ગાંધીગ્રામ સ્‍થિત સરદાર પટેલ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન રમતગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૧૦૦ થી વધુ સિનિયર સિટીઝન એ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં ડૉ.શૈલેશ બારમેડાએ ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરી સફળતા હાંસલ કરી હતી. તેમણે ૧૦૦ મીટર તથા ૨૦૦ મીટરની ઝડપી દોડ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી બે ગોલ્‍ડ મેડલ પોતાના નામે કર્યા હતા. આ ઉપરાંત, તેમની ક્રિકેટ ટીમે પણ ચેમ્‍પિયન ટ્રોફી હાંસલ કરી ડૉ.બારમેડાએ પોતાની અસાધારણ શારીરિક સ્‍ફૂર્તિ, રમતગમત પ્રત્‍યેનો જુસ્‍સો, શિસ્‍ત અને અડગ મનોબળનો પરિચય કરાવ્‍યો છે.

(12:11 PM IST)