તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
માળિયા નેશનલ હાઈવે પર કન્ટેનર પાછળ ટ્રેઇલર ઘુસી જતા ચાલકનું મોત, બંને વાહનમાં નુકશાન.
ટ્રેઇલર ચાલક રાજેશ બાવરીયાને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : કંડલા મોરબી નેશનલ હાઈવે પર ભીમસર બ્રીજ પર પુરપાટ જતા ટ્રક ટ્રેઇલરના ચાલકે આગળ જતા ટ્રક કન્ટેનર પાછળ ટ્રેઇલર અથડાવી દેતા બંને વાહનમાંનુકશાન પહોંચ્યું હતું તેજ ગંભીર ઈજા પહોંચતા ટ્રેઇલર ચાલકનું મોત થયું હતું માળિયા (મી.) પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના જયપુરના વતની મુકેશભાઈ રોડુંરામ બાવરીયા (ઉ.વ.૩૦) વાળાએ ટ્રક ટ્રેઇલર આરજે ૪૭ જીએ ૧૭૯૩ ના ચાલક રાજેશ રોડુરામ બાવરીયા (ઉ.વ.૨૬) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રાજેશભાઈ બાવરીયાએ પોતાનો ટ્રક ટ્રેઇલર અરજે ૪૭ જીએ ૧૭૯૩ વાળો પુરઝડપે ચલાવી કંડલા મોરબી નેશનલ હાઈવે ભીમસર બ્રીજ પર આગળ જતા ટ્રક કન્ટેનર જીજે ૧૨ બીડબલ્યુ ૫૫૦૦ પાછળ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બંને ટ્રકોમાં નુકશાન થયું હતું તેમજ ટ્રેઇલર ચાલક રાજેશ બાવરીયાને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું છે માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
