<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

જામનગરમાં રાજપાર્કના ઢાળીયા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે વાહન ચાલક મયુર રાઠોડ ઝડપાયો : 47 હજારથી વધુનો મુદામાલ જપ્ત

સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે આરોપી ટીવીએસ જ્યુપિટર મોં.સા.સાથે નીકળતા ઝડપી લેવાયો

જામનગર શહેરમાં રાજપાર્કના ઢાળીયા પાસે આરોપીની) ટી.વી.એસ. જ્યુપીટર મો.સા.માથી ઇંગ્લીશ દારૂ ની બોટલો નંગ-૧૨ કિ.રૂ. ૧૫,૬૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૨૦૦૦/- તથા ટી.વી.એસ. ્યુપીટર મો.સા. કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪૭,૬૦૦/-નો  જામનગર સીટી “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ મુદામાલ સાથે ઝડપાયો છે 

 નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, નિર્લીપ્ત રાય (IPS) નાઓ ધ્વારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝલાનાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા સીટી બી ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સ. એન.એમ.ગઢવીનાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. ડી.જી.રાજ તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

   દરમ્યાન સીટી બી. ડીવી. પો.સ્ટે.ના સ્ટાફના પો.કોન્સ. કલ્પેશભાઇ રમેશભાઇ અઘારા તથા પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ પી.સોઢા ને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં રાજપાર્કના ઢાળીયા પાસે સફેદ કલરની ટી.વી.એસ. જ્યુપીટર મો.સા. ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને અહીથી નીકળવાની હોય જેથી ઉપરોકત હકિકત વર્ણન વાળી ટી.વી.એસ જ્યુપીટર મો.સા. ગાડીમા નીકળતા પકડી લઇ મજકુર મયુર ભરતભાઇ રાઠોડ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે તેવી હકીકત આધારે રેડ દરમ્યાન ઇંગ્લીશની બોટલો નંગ-૧૨ કિ.રૂ. ૧૫,૬૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૨૦૦૦/- તથા ટી.વી.એસ. જ્યુપીટર મો.સા. કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪૭,૬૦૦/-નો કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો. કોન્સ. કલ્પેશભાઈ રમેશભાઇ અઘારાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. કે.પી.સોઢા નાઓએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. સદરહુ દારૂનો જથ્થો રાખનાર મયુર ભરતભાઇ રાઠોડ ખવાસ (રહે. નવાગામઘેડ મીલન સોસાયટી બાપાસીતારામ મઢુલી વાળી શેરીમાં જામનગર વાળા) ને અટક કરી આગળની કાર્યવાહી ચાલુ છે 

(4:55 PM IST)