<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ડ્રાઇવરને ઝોલુ આવી જતા ધ્રાંગધ્રા-માલવણ હાઇ-વે ઉપર એસ.ટી. બસ આઇસર પાછળ ઘુસી ગઇ

મુસાફરી કરી રહેલા ર૬ મુસાફરોને સામાન્‍ય ઇજાઃ એસ.ટી. તંત્ર અને પોલીસ દ્વારા તપાસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩૦: સુરેન્‍દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માલવણ હાઇવે ઉપર આવેલા ધાંગધ્રા સરકાર નજીક જ એસટી બસનો અકસ્‍માત સર્જાયો છે સ્‍લીપર એસટી બસ મુદ્રા થી સુરત તરફ જઈ રહી હતી તે દરમિયાન ધાંગધ્રા સર્કલ નજીક આઇસર પાછળ એસટી બસ ઘૂસી ગઈ હતી અને ધડાકાભેર અથડાઈ હતી.

એસટી બસમાં ૨૬ જેટલા મુસાફરો સુરત તરફ જઈ રહ્યા હોવાનું પણ સામે આવ્‍યું છે ત્‍યારે આ ૨૬ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને ડ્રાઇવરને પગના અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્‍કાલિક ધોરણે ધાંગધ્રા સરકારી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. જો કે આજુબાજુના સ્‍થાનિક લોકોને કંડકટર દ્વારા એસટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા તે પણ ત્‍યાં દોડી ગયા હતા.

(1:17 PM IST)