<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

દુષ્‍કાળગ્રસ્‍ત-સહાય ક્રુર મજાકઃ લડતનું રણશીંગુઃ પાલ આંબલીયા

રાજય સરકાર દ્વારા વિઘા દીઠ સહાયની જાહેરાતથી ખેડૂતોમાં ભારે આક્રોશઃ આર્થિક સહાયના નિર્ણયમાં ફેરવિચારણા કરે

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૭ :.. ગુજરાત સરકાર દ્વારા લાંબા સમય પછી ગઇ કાલે રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ દ્વારા દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરીને જે સહાયની જાહેરાત કરી તેને ગુજરાત કિશાન કોંગ્રેસ નેતા પાલભાઇ આંબલીયાએ ક્રુર મજાક ગણાવીને બાર નવેમ્‍બરથી આંદોલનનું રણશીંગુ ફુકવાની જાહેરાત કરી સરકારને ચેતવણી પણ આપી છે. સરકારે તાકીદે આર્થિક સહાયના નિર્ણયમાં ફેર વિચારણા કરવી જોઇએ.

રાજય સરકાર દ્વારા કાયદેસર રીતે ચાર જિલ્લાઓને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કર્યા છે. ત્‍યારે નીયમ મુજબ ફરજિયાત કરવાનાં થતાં કામો જેમ કે ખેડૂતોનું ૩ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવું, ૭ કિલો મીટરની ત્રિજીયામાં ઘાસડેપો ખોલવા, રાહતકામો શરૂ કરવા, પાંજરાપોળ ખોલવા, પીવાના શુધ્‍ધ પાણીની વ્‍યવસ્‍થા કરવી તથા ગૌશાળામાં પથુ સબસીડી આપવા પણ માંગ કરી છે.

અગાઉ કોંગ્રેસના સમયમાં ૧પ૦ ટકા, પાક વીમા થતાં તે સરકારે બંધ કર્યા છે. તથા એસ. ડી. આર. એફ. ની યોજનાના લાભો પણ બંધ કર્યા છે. ત્‍યારે આ માસ ૮પ૦૦ ટ્રેકટરે તે પણ બે હેકટરની મર્યાદામાં આપવા તે ખેડૂતોને અન્‍યાય તથા ક્રુર મજાક સમાન છે.

રાજય સરકારનો વીઘા દીઠ માત્ર ૧૩૬૦ રૂપિયાની સહાય જાહેર કરતા ખેડૂતોમાં પણ કચવાટ સાથે રોષની લાગણી પણ ફેલાઇ છે.

(1:14 PM IST)