<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ખિજડીયા પક્ષી અભયારણ્‍યને પણ દુષ્‍કાળની ગંભીર અસર....

બે વિભાગમાં વહેંચાયેલું આ અભયારણ્‍યનો પાર્ટ-૨ પાણી વિહોણો જ્‍યારે પાર્ટ-૧માં પાણીની ઓછી માત્રા વિદેશી મહેમાનો એવા પક્ષીઓને આકર્ષિત નહીં કરી શકે તેમ આશંકા : સૌની યોજના કે નર્મદાના નિરથી ખિજડીયા પક્ષી અભયારણ્‍યમાં પાણી ઠાલવવા પક્ષી પ્રેમીઓની લાગણી અને માંગણી

જામનગર : રાજકોટ રોડ પર આવેલ દેશની રામસર સાઇટ એવા ખિજડીયા પક્ષી અભયારણ્‍યમાં દર વરસે ૩૦૦થી વધુ પ્રજાતિના દેશ વિદેશના પક્ષીઓ જોવા મળે છે. ખાસ કરીને ઓક્‍ટોબરથી આ પક્ષીઓનું આગમન થવા લાગે છે. આ વર્ષે આ પક્ષી અભયારણ્‍યમાં પાણીનો જથ્‍થો નહિવત્‌ હોય પક્ષીઓની સંખ્‍યામાં ઘટાડો થવાની પુરેપુરી શકયતા જણાય રહી છે. પક્ષી અભયારણ્‍યનો પાર્ટ-૨ તો સંપૂર્ણ પાણી વિહોણો છે. જ્‍યારે પાર્ટ-૧માં પણ પાણીનો પુરતો જથ્‍થો ન હોવાથી પક્ષી પ્રેમીઓમાં નિરાશા જોવા મળી રહી છે. સરકારે માનવીની સાથેસાથે પક્ષીઓનો પણ વિચાર કરી  સૌની યોજના કે નર્મદા યોજનામાંથી આ વિશ્વવિખ્‍યાત પક્ષી અભયારણ્‍યમાં પાણીનો જથ્‍થો ઠાલવવો જોઇએ તેવી પક્ષી અને પર્યાવરણ પ્રેમીઓમાં ભાગ ઉઠી છે. (તસવીરો : વિશ્વાસ ઠકકર, અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(11:04 AM IST)