તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ઢોલ વાગ્યા
ચૂંટણી શાખા દ્વારા તૈયારીઓ તેજ, નવા વર્ષની શરૂઆતમાં ચૂંટણી જાહેર થવાની શકયતા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૯: રાજ્યમાં ગ્રામીણ રાજકારણનો ગરમાવો ફરી એકવાર વધવા જઈ રહ્યો છે. સ્થાનિક ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડધમ વાગે એ પહેલા ચૂંટણી શાખા દ્વારા રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા માટેની વહીવટી તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, માર્ચ ૨૦૨૭ સુધીમાં જે ગ્રામ પંચાયતોની પાંચ વર્ષની મુદ્દત (ટર્મ) પૂર્ણ થઈ રહી હોય, તેવી તમામ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં વર્ષ ૨૦૨૧માં સમગ્ર રાજ્યમાં મોટાભાગની ગ્રામ પંચાયતો માટે સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી.
આગામી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિયમાનુસાર બેઠકોનું અનામત માળખું તૈયાર કરવામાં આવશે. જેમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગ (OBC), મહિલા અનામત અને સામાન્ય બેઠક તમામ વર્ગો માટે રોટેશન (ચક્રાનુક્રમ) નીતિ મુજબ બેઠકો અનામત રાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
અધિકારીક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાલમાં ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકોની પ્રક્રિયાઓ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ તમામ પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ થયા બાદ નવા વર્ષની શરૂઆતમાં જ ચૂંટણી કાર્યક્રમની અધિકળત જાહેરાત થાય તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.(૬.પ)
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
