<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલ તા.31 જુલાઈએ આંગણવાડીથી લઈ શાળા, કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપતો જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલનો નિર્ણય

(વિપુલ હિરાણી  દ્વારા ) ભાવનગર : હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ બંસલે આવતીકાલે તા. 31 જુલાઈ, 2026ના રોજ જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ભાવનગર જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, શાળા-કોલેજના આચાર્યો, શિક્ષકો તથા અન્ય કર્મચારીઓએ નિયમિત સમયસર હાજર રહી જરૂરી વહીવટી કામગીરી બજાવવાની રહેશે.
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ બંસલે વાલીઓ અને નાગરિકોને અનુરોધ કર્યો છે કે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી બાળકોને અનાવશ્યક બહાર મોકલવાનું ટાળે તેમજ હવામાન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે તથા આ સીઝનમાં જરૂરી સાવચેતી રાખે તે જરૂરી છે

(8:33 PM IST)