તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
વરસાદના અભાવે, સૂત્રાપાડામાં ગયા વર્ષની તુલનાએ આ વર્ષે મગફળીનો 50 ટકા ઓછો ઉતારો થયો: ખેડૂતો ચિંતિત
ઓછા વરસાદની સીધી અસર મગફળીના ઉત્પાદન પર પડી : મગફળીના યોગ્ય ભાવ અને આર્થિક રાહતની સરકાર પાસે માંગ કરવામાં આવી

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં મગફળી લણવાની કામગીરી શરૂ થઈ છે. મગફળીના ઓછા ઉતારાથી ખેડૂતો ચિંતિત થયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50 ટકા ઓછો ઉતારો થયો છે. અનેક ખેતરોમાં પ્રતિ વીઘે માત્ર 10થી 12 મણ ઉતારો થવા પામ્યો છે. ઓછા વરસાદની સીધી અસર મગફળીના ઉત્પાદન પર પડી છે. ખેતી ખર્ચ વધતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. મગફળીના યોગ્ય ભાવ અને આર્થિક રાહતની સરકાર પાસે માંગ કરવામાં આવી છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
