તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ઉપલેટાના ડુમિયાણીની ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નું ઝળહળતું પરિણામ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૧૨: પીપલ્સ વેલ્ફેર સોસાયટી દ્વારા સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય - ડુમિયાણી એ ગ્રામ્ય શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને જીવનના મૂલ્યોને ઉચ્ચતમ ક્ષેત્રે લઈ જવા માટેનું ખરું ગાંધીજીના આદર્શને ધ્યાને લઈ શિક્ષણ આપવામાં આવે છે આ સ્કૂલમાં શિક્ષકોની ફરજ પ્રત્યેની નિષ્ઠા તેમજ શિક્ષકો પણ બુનિયાદી પ્રવાહના તાણાવાળા સાથે સતત જોડાયેલા રહે છે અહીં સ્કૂલમાં અધતન ટેકનોલોજી સાથે સ્માર્ટ ક્લાસરૂમમાં ડિજિટલ શિક્ષણ તો છે જ સાથે સાથે શ્રમનું મૂલ્ય સમજાય તે માટે શ્રમકાર્ય પણ છે. ઉચ્ચત્તમ શિક્ષણ આપતી બુનિયાદી વિદ્યાલયનું સમગ્ર ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ક્ષેત્રે પ્રથમ નંબરે પરિણામ આવેલ છે ધોરણ ૧૨ નું ૯૮.૪૩ ટકા તથા ધોરણ ૧૦ નું ૯૦.૩૫ ટકા પરિણામ મેળવી તમામ વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. બુનિયાદી વિદ્યાલયના આચાર્યશ્રી ઝાંઝરળકીયા સાહેબ, હરિભાઈ વાળા તથા તમામ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરેલ છે અહીં નબળા વિદ્યાર્થી હોય તો શાળાના સમય સિવાય પણ શિક્ષણ આપી મહેનત કરાવાઈ છે ઉત્તર બુનિયાદી વિદ્યાલયના ઝળહળતા પરિણામને તથા શિક્ષકોની મહેનતને સંસ્થાના મેનેજીગ ટ્રસ્ટી ડો. ઉર્વશીબેન ખાનપરા, ટ્રસ્ટીશ્રી ડો. સંજયભાઈ ખાનપરા, શ્રીમતી સવિતાબેન મણવરે બીરદાવેલ છે અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ છે. (તસવીરઃ ભોલુ રાઠોડ -ઉપલેટા)
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
