<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

જામનગરની ભાગોળે જીઆઇડીસી ફેસ-ટુ વિસ્તારમાં દર્શન ગૌશાળાની બાજુમાં કોન્ટ્રાકટરો દ્વારા ફેંકાયેલ કચરામાં આગથી ગાયોનું ભારે આક્રંદ

અનેક વખત રજૂઆત કરવા છતાય કઈ દરકાર લેવાતી નથી:આ પહેલા પણ તા.૧૨ જુલાઈ દરમિયાન આગ લગતા ધુમાડાથી ગૂંગળાઈને ૩ ગાયો મૃત્યુ પામી હતી

જામનગર શહેરની ભાગોળે આવેલ જીઆઇડીસી ફેસ ટુ વિસ્તારમાંમા દર્શન ગૌશાળાની બાજુ માં આવેલ જી આઈ ડી સી દરેડ જામનગરના કોન્ટ્રાક્ટરે જે કચરો નાખેલ છે. તેમાં ભયંકર આગથી ગાયો આક્રંદ કરી રહી છે. અવારનવાર અહીં આગ લાગે છે ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાય કઈ દરકાર લેવાતી નથી આ પહેલા પણ તા.૧૨/૭/૨૬ દરમિયાન આગ લગતા ધુમાડાથી ગૂંગળાઈને ૩ ગાયો મૃત્યુ પામી છે. અને આજે પણ વધુ એક વખત આગની ઘટનાથી ગાયોના સ્વાસ્થ્ય સામે સવાલો ઊભા થયા છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:22 AM IST)