તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
ધ્રોલ નવરાત્રી પેટ્રોલિંગ દરમિયાન 'જનરક્ષક ૧૧૨' ની ટીમે શ્રમિક યુવકનો ખોવાયેલો સ્માર્ટફોન શોધી પરત સોંપ્યો
પોતાની મહેનતની કમાણીનો ફોન પરત મળતાં યુવકે પોલીસ ટીમનો આભાર માન્યો

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ: નવરાત્રી પર્વ નિમિત્તે ધ્રોલ ટાઉનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જનરક્ષક ૧૧૨ ની ટીમ સઘન પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે રહી મજૂરીકામ કરતા પિન્ટુભાઈ રતનસિંગ મંડલોય (ઉં.વ. ૧૮) નો વિવો કંપનીનો કિંમતી મોબાઈલ (મોડેલ: Y19e) ધ્રોલ ટાઉનમાં અજાણતા ક્યાંક પડી ગયો હતો.
આ બાબત ધ્યાને આવતા પેટ્રોલિંગમાં રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ રિતેશભાઈ કુબાવત તથા જતિનભાઈ ગોગરાએ તુરંત તપાસ હાથ ધરી સતર્કતા દાખવી હતી. ગણતરીના સમયમાં જ પોલીસે ગુમ થયેલો મોબાઈલ શોધી કાઢી શ્રમિક યુવક પિન્ટુભાઈને રૂબરૂ બોલાવી સહી સલામત પરત સોંપ્યો હતો. પોતાની મહેનતની કમાણીનો ફોન પરત મળતાં યુવકે પોલીસ ટીમનો આભાર માન્યો હતો, જ્યારે સ્થાનિક લોકોએ પણ પોલીસની પ્રશંસનીય કામગીરીની સરાહના કરી હતી.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
