<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

દિવાળી વેકેશનમાં દ્વારકા સાથે યાત્રાધામ હરસિદ્ધિ માતાના મંદિરે ભારે ભીડ ઉમટી

કોયલા ડુંગરે સ્થિત માં હરસિદ્ધિ માતામાં લાખો માઈ ભક્તોની શ્રદ્ધા, સવારથી જ દર્શન અર્થે ભાવિકોની લાંબી લાઈનો લાગી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૩  દિવાળી વેકેશનના કારણે દ્વારકા સાથે યાત્રાધામ હરસિદ્ધિ માતાના મંદિર ખાતે ભારે ભીડ ઉમટી હતી. દ્વારકા દર્શન અર્થે આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં માં હરસિદ્ધિ માતાના દર્શન માટે પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું.

 

કોયલા ડુંગરે સ્થિત માં હરસિદ્ધિ માતામાં લાખો માઈ ભક્તો શ્રદ્ધા ધરાવે છે. માં હરસિદ્ધિ એ દ્વારકાના યાત્રાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. દૂર દૂરથી ભક્તો અહીં માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

 

મંદિરે સવારથી જ દર્શન અર્થે ભાવિકોની લાઈનો લાગી હતી. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે કતારમાં ઊભા રહી માતાના દર્શનનો લાભ લઈ રહ્યા હતા. ભીડને ધ્યાનમાં રાખી મંદિર વ્યવસ્થા અને સ્થાનિક તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

દિવાળી વેકેશનમાં દ્વારકા - હરસિદ્ધિ માતાના દર્શન માટે આવતા ભક્તોનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો.

 

(3:42 PM IST)