તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
દ્વારકાધીશ મંદિર દ્વારકામાં "દિપાવલી/નૂતન વર્ષ પર્વ દરમ્યાન ઉત્થાપન. દર્શન સમયમાં ફેરફાર.
આગામી તા.૧૦/૧૧/૨૦૨૬થી-તા.૧૫/૧૧/૨૦૨૬ સુધી “ વધુમાં વધુ વૈષ્ણવો દર્શનનો લાભ લે તે હેતુથી મંદિરમાં શ્રીજીના દર્શનનો ક્રમ જાહેર

(દીપેશ સામાણી દ્વારા ) દ્વારકા :દ્વારકાધીશ મંદિરમાં દીપાવલી/ નૂતનવર્ષ પર્વ દરમિયાન ઉત્થાપન-દર્શન સમયમાં ફેરફાર ભાવિકોએ નોંધ લેવી, દ્વારકાધીશ સાથે સર્વે વૈષ્ણવોને જણાવવાનું કે, આગામી તા.૧૦/૧૧/૨૦૨૬ થી -તા.૧૫/૧૧/૨૦૨૬ સુધી “ વધુમાં વધુ વૈષ્ણવો દર્શનનો લાભ લે તે હેતુથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીનાઉત્થાપન દર્શનનો ક્રમ જાહેર કરાયો છે જેની સર્વે વૈષ્ણવોએ દર્શનનો લાભ લેવા વિનંતી છે.
"દિપાવલી/નૂતન વર્ષ પર્વ”
તા.૧૦/૧૧/૨૦૨૬ થી ૧૫/૧૧/૨૦૨૬ સુધી
ક્રમ, શ્રીજીના દર્શનની વિગત
:: સવારના દર્શનનો ક્રમ
૧. મંગલા આરતી સવારે ૦૬:૩૦ વાગ્યે
૨. સવારના અન્ય ક્રમ ૦૬:૩૦ વાગ્યાથી નિત્યક્રમ મુજબ
૩. અનોસર (મંદિર બંધ) બપોરે ૦૧:૦૦ થી ૦૪:૦૦ સુધી
:: સાંજના દર્શનનો ક્રમ ::
૧. ઉત્થાપન સાંજે ૦૪:૦૦ વાગ્યે
૨. સાંજના અન્ય ક્રમ ૦૪:૦૦ વાગ્યાથી નિત્યક્રમ મુજબ
૩. અનોસર (મંદિર બંધ) રાત્રે ૦૯:૩૦ વાગ્યે
દિપાવલી/નૂતન વર્ષ પર્વ અંગે દર્શનના કાર્યક્રમ બાબતે અત્રેની કચેરી દ્વારા તા.૦૨/૧૧/૨૦૨૬ના જાહેર વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવેલ તે મુજબ યથાવત રહેશે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
