<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો: ભચાઉ પાસે બપોરે 12:05 વાગ્યે 2.9ની તીવ્રતા નોંધાઈ

ભચાઉથી 6 કિમી ઇસ્ટ નોર્થ ઈસ્ટ કેન્દ્રબિંદુ :;કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧ : હવામાનમાં થઈ રહેલા ફેરફારો વચ્ચે કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે બપોરે ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

સિસ્મોલોજી કચેરીના રિપોર્ટ અનુસાર કચ્છના ભચાઉથી 6 કિમી ઇસ્ટ નોર્થ ઈસ્ટ ઉપર બપોરે 12:05 મિનિટે 2.9 મેગ્નિટ્યુડનો આંચકો નોંધાયો હતો. આંચકાની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી.

(1:54 PM IST)