તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
ભાવનગર-કચ્છમાં ભૂકંપના આંચકાઃ ૧.૮ની તીવ્રતા અનુભવાઇ

રાજકોટ તા. ૧૮ :.. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે સ્થળે ભૂકંપના હળવા આંચકા આવ્યાનું બહાર આવ્યું છે.
રાત્રે ૧ર-પ૪ કલાકે ભાવનગરમાં ૧.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કેન્દ્રબિંદુ ભાવનગરથી રર કિ. મી. દૂર નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું છે, આ ઉપરાંત આજે વહેલી સવારે ૩.૦૪ કલાકે કચ્છના ધોળાવીરામાં ૧.૯ નો ભૂકંપ નોંધાયો છે. જેનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી ર૭ કિ. મી. દૂર સાઉથ ઇસ્ટમાં નોંધાયું હોવાનું જાહેર થયું છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
