<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

કચ્‍છમાં ઇબોલા સામે એલર્ટઃ યુગાન્‍ડાથી આવેલા ત્રણ પ્રવાસીઓ હોમ આઇસોલેશનમાં: કોઈ લક્ષણો નહીં

સરકારની નવી ગાઈડલાઈન મુજબ ૨૧ દિવસ આઈસોલેશન ફરજિયાતઃ ભુજના બે અને માંડવીના એક વ્‍યક્‍તિનું આરોગ્‍ય વિભાગ દ્વારા રોજ મોનિટરિંગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮: આફ્રિકામાં ફેલાયેલા ઈબોલા વાયરસ સામે કેન્‍દ્ર સરકારે જાહેર કરેલી સૂચના બાદ કચ્‍છ જિલ્લા આરોગ્‍ય તંત્ર એલર્ટ થયું છે. તાજેતરમાં યુગાન્‍ડાથી કચ્‍છ આવેલા ૩ નાગરિકોને આગોતરી સાવચેતીના ભાગરૂપે હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્‍યા છે. આ ત્રણેયમાં હાલ કોઈ લક્ષણો જોવા મળ્‍યા નથી. 

હોમ આઈસોલેશનમાં રખાયેલા ત્રણ વ્‍યક્‍તિઓમાં ભુજના બે અને માંડવીના એક વ્‍યક્‍તિનો સમાવેશ થાય છે. સરકારની નવી માર્ગદર્શિકા મુજબ ઈબોલા પ્રભાવિત દેશો યુગાન્‍ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ પ્રવાસીઓ માટે ૨૧ દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવું અને સેલ્‍ફ ડિક્‍લેરેશન ફોર્મ ભરવું ફરજિયાત છે. 

જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. મિતેશ ભંડારી અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. કેશવકુમારના માર્ગદર્શન હેઠળ કચ્‍છ આરોગ્‍ય વિભાગની વિશેષ ટીમો આ ત્રણેય વ્‍યક્‍તિઓના સ્‍વાસ્‍થ્‍યનું ર્ંદરરોજ સઘન મોનિટરિંગ અને ચેકિંર્ગં કરી રહી છે. હાલ ત્રણેયની તબિયત સ્‍થિર છે અને ઈબોલાના કોઈ લક્ષણો જણાયા નથી. 

આરોગ્‍ય વિભાગે નાગરિકોને ગભરાટ ન ફેલાવવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. જિલ્લામાં એરપોર્ટ અને બંદરો પર પણ સર્વેલન્‍સ વધુ સઘન બનાવાયું છે.(

(11:09 AM IST)