તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
રાજકોટ જિલ્લાના જસદણમાં વકીલને ત્યાં ED ના દરોડા : ભારે ચકચાર
જસદણના સોમ પીપળીયા ગામમા રામ મકવાણાની વાડીએ દરોડા બાદ જસદણમાં દરોડો:આઠ મહિના પહેલા જ જસદણમાં ઓફિસ ખોલી હતી:હવાલા કૌભાંડ કર્યુ હોય ED દ્વારા કાર્યવાહી:રામ મકવાણા નાસી છુટયો

(વિજય વસાણી દ્વારા) આટકોટ :રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આજે બપોરે રામ મકવાણા નામના વકીલના સોમ પીપળીયા ઞામે વાડી ખાતે આવેલા નિવાસ સ્થાને અને બપોરે જસદણ ઓફિસમાં ED દ્વારા દરોડો પાડવામાં આવતા જસદણમાં ચક્કચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકા સેવા સદન સામે આવેલ રામ મકવાણાની ઓફિસમાં બપોરે દિલ્હીથી આવેલ ED ની ટીમ દ્વારા ઓફિસના તાળા ખોલી દરોડો પાડવામાં આવ્યો હતો અને ઓફિસમાંથી લેપટોપ,કોમ્પ્યુટર સહિતની સામગ્રીઓ કબજે કરી હતી આ પહેલા સવારે સોમ પીપળીયા ઞામે વાડીમાજ રહેંણાક મકાન ખાતે પણ દરોડો પાડવામાં આવ્યો હતો.
ચર્ચાથી વિગતો મુજબ રામ મકવાણા જસદણ તાલુકાના સોમ પીપળીયા ગામનો વતની છે અગાઉ રાજસ્થાનમા પ્રેક્ટિસ કરતો હતો જસદણમાં સાત આઠ મહિના પહેલા જ ઓફિસ ખોલી હતી.
ખાનગી સૂત્રો માંથી મળતી માહિતી મુજબ રામ મકવાણા ઓનલાઇન ગેમીંઞના માધ્યમથી મોટું હવાલા કૌભાંડ કર્યું હોય ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે બીન સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ રામ મકવાણાને ઞંધ આવી જતા ED ની ટીમ પહોંચે એ પહેલા નાસી છુટયો છે ED ની ટીમે જસદણ ઓફીસમાં દરોડા પાડી સાહિત્ય કબ્જે કર્યુ છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
