News of Wednesday, 4th November 2026
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃતા ૪, મોરબી તાલુકાના કેરાળીના વતની લાખાભાઈ આલાભાઇ ચાવડાએ ચાંચાવદરડાના ન્યાલકરણ એનર્જી એલ.એલ.પી. પાસેથી પોતાના ઘરે સોલાર પ્લાન્ટ લગાવેલ તેમાં લાઈટનાં પ્રશ્ન આવતા અને ઈન્વર્ટરને કારણે પ્રોબલેમ થતો હોય તે બાબતે અવાર-નવાર કંપનીને જાણ કરી હતી.પરંતુ કંપનીએ ગ્રાહક પ્રત્યે ધ્યાન આપ્યુ નહીં.જેથી લાખાભાઈએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના રામભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતાં ગ્રાહક અદાલતે કંપનીને કહ્યુ કે તમારી સેવામાં ખામી છે.ગ્રાહકને સંતોષ થાય તે રીતે ઈન્વર્ટર તથા અન્ય ખામી દુર કરી સોલાર વ્યવસ્થિત ચાલે તેમ કરી આપવા અને રૂ.૫૦૦૦ ખર્ચ પેટેના ચુકવવા હુકમ કરેલ છે. ગ્રાહકને અન્યાય થાય તો ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો. ૮૮૦૪૭ ૮૮૦૪૮) અથવા મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
