તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
સુરેન્દ્રનગર-વઢવાણ સહિત સમગ્ર જિલ્લામાં ઇદ-ઉલ-અઝાહની શાનદાર ઉજવણી કોમી એકતાનો માહોલ
ઇદગાહ અને મસ્જિદોમાં ખાસ નમાજ અદા : હાજી સૈયદ યુસુફ મિયા બાપુના નિવાસસ્થાને સર્વ જ્ઞાતિના લોકોએ પાઠવી મુબારક વાદી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૮: સુરેન્દ્રનગર, વઢવાણ અને જિલ્લાના તમામ તાલુકા મથકોએ આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝાહની ભારે ઉમંગ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. જિલ્લાભરની મસ્જિદો અને ઈદગાહ ખાતે ખાસ નમાજ અદા કરીને અલ્લાહની બંદગી કરવામાં આવી હતી. વઢવાણ ખાતે ઘરશળા પાસે આવેલા ઈદગાહ ખાતે વઢવાણના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્ર થઈને ઈદની નમાજ અદા કરવા પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર શહેરના કબ્રસ્તાન સ્થિત ઈદગાહ ખાતે જુમ્મા મસ્જિદના પેશ-ઈમામ હાજી સૈયદ યુસુફ મિયા બાપુ દ્વારા ઈદ-ઉલ-અઝાહની ખાસ નમાજ અદા કરાવવામાં આવી હતી. સુરેન્દ્રનગર ઉપરાંત પાટડી, દસાડા, ઝેનાબાદ, ધ્રાંગધ્રા, ચોટીલા, લખતર, લીમડી અને ચુડા સહિતના તમામ તાલુકા મથકોએ પણ મુસ્લિમ સમાજ દ્વારા ઈદની શાનદાર ઉજવણી કરાઈ હતી. નમાજ બાદ મુસ્લિમ સમાજના રાહબર હાજી સૈયદ યુસુફ મિયા બાપુના નિવાસસ્થાને સર્વ જ્ઞાતિના લોકો ઈદની મુબારકબાદી પાઠવવા ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે હાજી સૈયદ ઈરફાન બાપુ ઉર્ફે દાદા બાપુ તથા તેમના પરિવારજનોએ આવેલા તમામ મહેમાનોનું સ્વાગત કરી ઈદની શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લામાં કોમી એકતા અને ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામ ઈદગાહ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ઈદ-ઉલ-અઝાહની ઉજવણી સંપન્ન થઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
નવસાદભાઈ સોલંકીએ મુબારકબાદી પાઠવી
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૮ : સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પાટડી દસાડા ના પૂર્વ ધારાસભ્ય નવસાદ ભાઈસોલંકી દ્વારા આજે મુસ્લિમ બિરાદરોના પવિત્ર ઈદની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે મુસ્લિમ બિરાદરોને ઈદ ની મુબારકબાદી પાઠવવામાં આવી હતી તેમજ મુસ્લિમ વિરાગરો ઈદની ઉજવણી કોમી એખલાસ અને ભાઈચારો સાથે ઉજવણી કરી રહ્યા છે અત્યારે તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી અને તમામ ભાઈ બહેનોને ઈદની ખુશી અને સારી રીતે ઈદની ઉજવણી થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
