News of Thursday, 28th May 2026
જામનગરમાં ઈદ-ઉલ-અઝહાની ભવ્ય ઉજવણી, ઈદગાહોમાં ગુંજ્યા અમન-શાંતિના સંદેશ"
નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી “ઈદ મુબારક” પાઠવી: દેશ અને દુનિયામાં અમન-શાંતિ, સુખ-સમૃદ્ધિ અને ભાઈચારો મજબૂત બને તેવી ખાસ દુઆઓ પણ કરવામાં આવી

જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે પવિત્ર ઈદ-ઉલ-અઝહાની શ્રદ્ધા, ઉમંગ અને ભાઈચારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શહેરની વિવિધ ઈદગાહો અને મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જ્યાં વિશેષ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરવામાં આવી હતી. નવા કપડાંમાં સજ્જ નાના બાળકો, યુવાનો અને વડીલોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈદ-ઉલ-અઝહા એટલે ત્યાગ, સમર્પણ અને કુર્બાનીનો પવિત્ર સંદેશ આપતો તહેવાર… અને આ જ સંદેશ સાથે ઈમામો દ્વારા શાંતિ, માનવ સેવા, પરસ્પર પ્રેમ અને સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે ખાસ ઉપદેશ આપવામાં આવ્યા હતા. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી “ઈદ મુબારક” પાઠવી હતી, જ્યારે દેશ અને દુનિયામાં અમન-શાંતિ, સુખ-સમૃદ્ધિ અને ભાઈચારો મજબૂત બને તેવી ખાસ દુઆઓ પણ કરવામાં આવી હતી. ઈદના પર્વને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ અને આનંદમય માહોલમાં ઉજવાયો હતો
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
