તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ભાયાવદરમાં બે સ્થળે દરોડા જુગાર રમતા આઠ ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય ઍલસીબીનો હોળીધાર વિસ્તારમાં અને ભાયાવદર પોલીસનો સાગર ચોક પાસે દરોડોઃ ૧.૨૮ લાખ કબ્જે

રાજકોટ તા.૧૧ : ભાયાવદરમાં હોળીધાર વિસ્તારમાં રાજકોટ ગ્રામ્ય ઍલસીબી અને સાગરચોક પાસે ભાયાવદર પોલીસે દરોડો પાડી જુગાર રમતા કુલ ૮ ને રૂ.૧.૨૮ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા.
ભાયાવદરના હોળીધાર વિસ્તારમાં મકાનમાં દરોડો પાડી રાજકોટ ગ્રામ્ય ઍલસીબીઍ જુગાર રમતા કમલેશ ગોવિંદભાઇ ગરચર (રહે.ભાયાવદર ગામ મતવા શેરી વિસ્તાર) ભાવેશ સાજણભાઇ સાદીયા (રહે.ભાયાવદર ગામ હોળીધાર વિસ્તાર), વિનોદ જેઠાભાઇ બલવા (રહે.ભાયાવદર ગામ હોળીધાર વિસ્તાર), સાગર નંદાભાઇ રાઠોડ (રહે.ભાયાવદર ગામ હોળીધાર વિસ્તાર), ભુપત વેજાભાઇ ચાવડા (રહે. મોટી પાનેલી ગામ તળા પાસે) અને હીરા રતાભાઇ ચાવડા (રહે.ભાયાવદર ગામ સરસ્વતી સોસાયટી)ને રૂ.૬૫ હજારની રોકડ અને પ ફોન સહિત કુલ રૂ.૧.૨૦ લાખના મુદામાલ સાથે પકડી ફરાર રહીમ ગુલમામદભાઇ ઘુઘા (રહે.ભાયાવદર)ની શોધખોળ શરૂ કરી છે. આ કામગીરી ઍલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પીઆઇ જે. પી. રાવ, પીઍસઆઇ કે. ઍમ. ચાવડા, પીઍસઆઇ ઍચ. સી. ગોહીલ, પીઍસઆઇ આર. વી. ભીમાણી, પીઍસઆઇ પી. ઍન. ભરવાડ, ઍઍસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ઍઍસઆઇ મેહુલભાઇ સુવા, ઍચસી નિલેશભાઇ ડાંગર, ઍચ.સી. અરવિંદસિંહ જાડેજા, ઍચસી કૌશિકભાઇ જાષી, ડ્રા. ઍચસી અબ્દુલભાઇ શેખે કરી હતી.
બીજા દરોડામાં ભાયાવદર ગામે સાગર ચોક પાસે દરગાહની સામે જાહેરમાં જૂગાર રમતાં સુમિત ઉર્ફે સુલો ધીરજલાલ રામાણી, (રહે. જાગનાથ પ્લોટ, ભાયાવદર) અને કરણસિંહ ઉર્ફે દિનુ અજીતસિંહ ચુડાસમા (ઉ.વ.ર૭ રહે. દરબારગઢ, ભાયાવદર)ને ભાયાવદર પોલીસે રૂ. ૭૮૮૦ ની રોકડ સાથે પકડી લીધા હતાં
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
