તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે આઠ કાર્યકરોની દાવેદારી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૭: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષક સમક્ષ ધાનાણી વરૂ મોગલ ભંડેરી.વાળા. અધ્વર્યુ. મકાણી અને સોસા સહિત કુલ આઠ સિનિયર કોંગ્રેસી કાર્યકરોએ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવા માટે દાવેદારી કરી હતી
પ્રદેશ કોંગ્રેસ સમિતિ માં મોટા પાયે ફેરફારો થનાર છે જેમાં છ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખની નબળી કામગિરિ નિષ્ક્રિયતા પાર્ટીના કાર્યક્રમમાં ગેરહાજરી વિગેરે પ્રકારની બાબતોના કારણે છ જિલ્લા પ્રમુખને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બદલી નાખવા ના ભાગ રૂપે ગઈ કાલે ગુજરાત કોંગ્રેસ સમિતિ એ મુકેલ નિરીક્ષક ચોધરી.અને મહુવા થી રાજ મહેતા અમરેલી પધારેલ હતા અને વિધાનસભા લોકસભા, તાલુકા જિલ્લા પંચાત, શહેર. તાલુકા સમિતિના પ્રમુખો પ્રદેશ ડેલી ગેઈટ વિગેરે ટૂંકા આગેવાનોને સાંભળવા માટે આવ્યા હતા ત્યારે કુલ આઠ સિનિયરો એ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનવા માટે માગણી મૂકી હતી.
જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ તરીકે સતત ૨૨ વર્ષ સેવા ઓ આપી તેમજ અમરેલી નગર પાલિકા ના પ્રમુખ તરીકે અને.ત્રણ.ટર્મ કાઉન્સિલર તરીકે સેવાઓ આપી તેવા ૪૦ વર્ષ કોંગ્રેસ પક્ષમાં અને કોંગ્રેસ સમિતિના વફાદાર અડિખમ સૈનિક રફિકભાઈ મોગલ એડવોકેટ અને અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના પૂર્વ ચેરમેન અને જિલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ અને યુવાનો ના મસીહા ટિકુભાઈ વરૂ. અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી, મનીષભાઈ ભંડેરી, સિનિયર આગેવાન જીતુભાઈ વાળા અને અમરેલી ના પૂર્વ ધારાસભ્ય પૂર્વ સાંસદો વિગેરે દિગ્ગજ નેતા સાથે નીડરતાથી કામ કર્યું છે તેવા નરેશભાઈ અધ્વર્યુ અને સત્યમ મકાણી અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ દેસાઈ વિગેરે એ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવા માટે દાવેદારી કરી હતી
આ આઠ કાર્યકરોએ કરેલ જિલ્લા પ્રમુખ માટેની દાવેદારીમાંથી ત્રણ જણાની પેનલ બનાવવા માં આવશે તેમાંથી એક ની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રસંદગી કરવા માં આવશે જેમાં કાર્યકર નું અનુમાન પ્રમાણે જે પેનલ બનાવવા માં આવશે તેમાં રફિકભાઈ મોગલ એડવોકેટ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ટિકુભાઈ વરૂ નરેશભાઈ અધ્વર્યુ અથવા નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે તેવું જિલ્લા કોંગ્રેસ વર્તુળો માંથી માહિતી મળેલ છે
જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનવા માં ભારે સક્ષમ અને આવડત અને ભારે અનુભવી હોવા ના કારણે એડવોકેટ રફિકભાઈ મોગલ ઉપર જવાબદારીનો કળશ ઢોળવા માં આવેતો તે વાત નવાઈ પામવા જેવી બાબત નથી.
છેલ્લા ૪૫ વર્ષ થી સૌરાષ્ટમાંથી માઇનોરેટી વિભાગ માંથી જિલ્લા પ્રમુખ તરીકે પસંદગી કરવા માં આવેલ નથી તે વાત ને ધ્યાને લઈ એડવોકેટ મોગલ ની અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તરીકે પસંદગી કરવા માં આવે તેવી ચર્ચા એ જિલ્લાભર માં જોર પકડ્યું છે. બીજા વિકલ્પ તરીકે યુવાન નેતા ટિકુભાઈ વરૂ ની પણ નિયુક્તિ થવા ના ચાંસ છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની દાવેદારી કરવામાં એસી એસટી ઓબીસી માઇનોરેટી બક્ષીપંચ અને ઉજળિયાત વર્ગનો સમાવેશ થયેલ છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
