તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 4th November 2026
ખંભાળિયા નજીક અજાણ્યા મોટરસાયકલ ચાલકની ઠોકરે બાઇક સવાર વૃદ્ધનું મૃત્ય

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૪: જામનગર હાઈવે પર દાતા ગામની ગોલાઈ પાસેથી જી.જે.૧૦બી.એફ. ૯૧૫૩ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા જેન્તીગીરી ગોસ્વામી નામના વળધ્ધને કોઈ અજાણ્યા મોટરસાયકલના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી, અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ સાથે પ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા .જ્યાં સારવાર દરમિયાન તેમનું મળત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી અજાણ્યો મોટરસાયકલ ચાલક નાસી છૂટયો હોવાનું જાહેર થયું છે.
પોલીસે મળતકના પુત્ર ચેતનગીરી જેન્તીગીરી ગોસ્વામી (ઉ.વ.૪૦, રહે. દાતા) ની ફરિયાદ પરથી અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે ગુનો નોંધી, તપાસ પી.એસ.આઈ. જે.એમ. અગ્રાવત દ્વારા હાથ ધરવામાં આવી છે.
અકસ્માતમાં યુવાનનું મળત્યુ
ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતા રાહુલભાઈ ગામજીભાઈ સાદિયા નામના ૩૩ વર્ષના યુવાન પોતાના જી.જે. ૩૭ ડી ૬૮૪૭ નંબરના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે ભાણવડથી આશરે ૧૨ કિલોમીટર દૂર આંબરડી ગામના પાટીયા પાસેના માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જતા આ મોટરસાયકલ એક પશુ સાથે ટકરાયું હતું. જેથી રાહુલભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મળત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા સાહેદ ધર્મેન્દ્રભાઈ સાદીયાને માથા તથા પગના ભાગે ઈજાઓ થવા પામી હતી.
આ બનાવ અંગે ભાણવડ પોલીસે મળતકના માતા ધાનીબેન ગામજીભાઈ સાદીયાની ફરિયાદ પરથી રાહુલ ગામજીભાઈ સાદીયા સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
પાછતરના યુવાનનું અપમળત્યુ
ભાણવડ તાબેના પાછતર ગામે રહેતા જયદીપભાઈ રાજશીભાઈ કારેણા નામના ૨૬ વર્ષના સગર યુવાન પોતાની વાડીએ ગયા હતા, ત્યારે અહીં ધોરિયામાંથી ઝેરી દવાવાળું પાણી પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રમેશભાઈ પરબતભાઈ પીપરોતરએ ભાણવડ પોલીસને કરી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
