<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

શેઢા તકરારમાં અમરેલીના ઇંગોરાળા ગામમાં વૃધ્‍ધ પર ભાઇ અને બે ભત્રીજાનો હુમલો

૬૦ વર્ષિય કાનાભાઇ ખાચરને મોટા ભાઇ ભગુભાઇ, ભત્રીજાઓ ભાવેશ, શિવરાજે પાઇપથી ફટકાર્યાઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા.  ૨૫: અમરેલીના ધારી તાબેના ઇંગોરાળા ગામે રહેતાં કાનાભાઇ નાનકાભાઇ ખાચર (ઉ.વ.૬૩) નામના વૃધ્‍ધ પર તેના જ મોટા ભાઇ ભગુભાઇ ખાચર અને બે ભત્રીજા ભાવેશ તથા શીવરાજે હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ચલાલા પોલીસને જાણ કરી હતી.

કાનાભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ છે. તેમને સંતાન નથી. કાનાભાઇએ જણાવ્‍યું હતું કે હું મારા ખેતરના શેઢે સાંતી હાંકતો હતો ત્‍યારે મારા ભાઇ ભગુભાઇએ અહિ તારે ખેતર ખેડવું નહિ તેમ કહી ઝઘડો કર્યો હતો. બાદમાં પોતાના બે દિકરાઓ સાથે મળીને પાઇપથી હુમલો કરી માર માર્યો હતો. ચલાલા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:45 AM IST)