હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેતપુરમાં કારખાનેથી ઘરે જઇ રહેલા વૃધ્ધ ધીરજલાલ વડોદરીયાનું બાઇક સહિત કારની ઠોકરે ચડતાં મોત
સરદાર ચોકમાં બનાવઃ મોભીએ રાજકોટમાં દમ તોડતાં રાજેશ્વરી સોસાયટીના પટેલ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૭: જેતપુરમાં એક જીવલેણ વાહન અકસ્માત સર્જાયો છે. જેમાં કારની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક વૃધ્ધનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે. દિકરાના કારખાનેથી ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં સરદાર ચોકમાં આ બનાવ બન્યો હતો. ગંભીર ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ જેતપુર રાજેશ્વરી સોસાયટીમાં રહેતાં ધીરજલાલ જીવરાજભાઇ વડોદરીયા (ઉ.વ.૭૨) નામના વૃધ્ધ ગઇકાલે બપોરે બોઇક હંકારીને જેતપુરના સરદાર ચોકમાંથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે એક કારની ઠોકરે ચડી જતાં રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવને પગલે લોકો એકઠા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. ધીરજલાલને સારવાર માટે જેતપુર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સગા કુટુંબીઓને જાણ થતાં તેઓ પણ હોસ્પિટલે પહોંચ્યા હતાં.
ઇજાઓ ગંભીર હોઇ રાજકોટ સારવાર માટે ખસેડવાનું જણાવાતાં ધીરજલાલને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર સીટી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ધીરજલાલ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. પોતે હાલ નિવૃત જીવન જીવતાં હતાં. દિકરાને કારખાનુ હોઇ ત્યાં બેસીને બપોરે ઘરે જમવા માટે જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. કારચાલક સામે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
