તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
માળીયાના ભંડુરીમાં કાઉન્ટર ગોઠવવાનાં મનદુઃખમાં વૃધ્ધ પર હુમલો
મોબાઈલ પછાડી જાનથી મારી નાખવાની ધમકી આપી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૪: માળીયાહાટીના તાલુકાના ભંડુરીમાં રહેતા રમણીકભાઈ ઉર્ફે રમેશભાઈ વસરામભાઈ ગોધાસરા (ઉ.વ.૬૨)ના કુટુંબમાં લગ્ન પ્રસંગ હતો, જેના જમણવાર માટે કાઉન્ટર ગોઠવવા બાબતે રમણીકભાઈને વિશ્વ ભરત ગોધાસરા સામે બોલાચાલી થઈ હતી.
આ બાબતે રમણીકભાઈએ ભરત ભગવાનજી ગોધાસરાને વાત કરતા તેણે ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં વિનોદ પરષોતમ ગોધાસરા તથા ભરત ગોધાસરાએ પાવન રમણીકભાઈના ઘરે જઈ ઢીકાપાટુનો માર મારી મોબાઈલ તોડી નાખ્યો હતો. જ્યારે વિશ્વ ભરત ગોધાસરા, દિશુ વિનોદ ગોધાસરા અને મુન્નો દેવજી બેરાએ ઢીકાપાટુ તેમજ પાવન ભરત ગોધાસરાએ પ્લાસ્ટર કરવાના રંધા વડે માર મારી મારી નાખવા ધમકી આપી હતી. આ અંગે રમણીકભાઈએ ફરિયાદ કરતા માળિયા પોલીસે છ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
