<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

સુરેન્‍દ્રનગર રામનગરમાં વૃદ્ધને ગરમી લાગી જતા હાર્ટએટેકથી મોત

વઢવાણ, તા.૧૬: સુરેન્‍દ્રનગર શહેરની વઢવાણ નજીક આવેલી રામનગર સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષના વળદ્ધને ગરમી લાગી જતા તેમને હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા પણજીભાઈ કણજરીયા નામના વળદ્ધને ગરમી લાગી ગઈ હોય તેમની તબિયત વધુ લથડી હતી અને બીપી લો થઈ ગયું હતું જેને લઇને તેમને હાર્ટએટેક આવી જતા તેમનું મોત નીપજવા પામ્‍યું હતું. સુરેન્‍દ્રનગર શહેર વિસ્‍તારોમાં ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે ત્‍યારે મોતનો સિલસીલો પણ યથાવત રહેવા પામ્‍યો છે અને સતત બીજા દિવસે પણ વળદ્ધનું ગરમીના કારણે મોત નીપજ્‍યા હોવાનું સામે આવ્‍યું છે એક તરફ તંત્ર ગરમીથી બચવા માટે તંત્ર સતત અપીલ કરતું હોય છે ત્‍યારે લોકો ગરમીથી બચવા માટે ના ઙ્કયત્‍ન પણ કરતા હોય છે પરંતુ હાલના તબક્કામાં તે છતાં પણ ગરમી લાગી જતી હોય છે અને તેમની તબિયત પણ ખરાબ થતી હોય છે ત્‍યારે સુરેન્‍દ્રનગરમાં બે દિવસમાં બે લોકોના ગરમીના કારણે બેના મોત નિપજવા પામ્‍યા છે.

(1:21 PM IST)