તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
જૂનાગઢમાં બીમારીથી કંટાળી વૃધ્ધાનો ફાંસો ખાઈને આપઘાત
વિસાવદરના મહિલાનું ઝેરી દવા પીતા અને ચોકી ગામના મહિલાનું એસિડ પીવાથી મોત

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ તા. ૨૮: જૂનાગઢમાં બીમારીથી કંટાળી એક વૃધ્ધાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢમાં વાળંદ સોસાયટીમાં રહેતા રતનબેન વા/ઓ મોહનભાઇ ઇન્દ્રજીત શર્મા કોળી પટેલ ઉ.વ. ૭૦ નામનાં વૃધ્ધાને ડાયાબિટીસની બીમારી હોય અને એકલવાયું જીવન જીવતા હતા. જેને લીધે કંટાળી જઈને ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું.
આ બનાવની જાણ દેવશીભાઇ મોહનભાઇ રાઠોડે કરતા પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વિસાવદર ના સરદાર પાર્ક વિસ્તારમાં રહેતા દયાબેન ડો/ઓ લાધાભાઇ મુગલપરા ઉ.વ. ૩૫ નામના મહિલાએ ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
જુનાગઢ તાલુકાના ચોકી ગામના સુમીતાબેન વા/ઓ સંજયભાઈ ધીરૂભાઇ કોટડીયા ઉ.વ. ૪૫ નામના મહિલાએ માનસિક બીમારીથી એસિડ પી લેતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન સુમિતાબેનનું મૃત્યુ થતાં પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
