તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
ગોંડલના ત્રાકુડા ગામે વૃદ્ધાની હત્યા: માથાના ભાગે જીવલેણ હુમલો કરી હત્યા કર્યા બાદ મૃતદેહને પાકમાં સંતાડી દીધો
નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ મહિલાને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાની આશંકા : વાડીમાં કામ કરતા શ્રમિકોએ જ મહિલાની હત્યા કરી હોવાનો આક્ષેપ

રાજકોટના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે 58 વર્ષીય વૃદ્ધાની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ મહિલાને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાની આશંકા છે. વાડીમાં કામ કરતા શ્રમિકોએ જ મહિલાની હત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપીઓએ મહિલાના માથાના ભાગે જીવલેણ હુમલો કરી હત્યા કર્યા બાદ મૃતદેહને પાકમાં સંતાડી દીધો હતો અને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મહિલાની હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
