News of Monday, 22nd June 2026
મીઠાપુર નજીક કારની ઠોકરે બાઇક સવાર વૃધ્ધાનું મૃત્યુ
કલ્યાણપુરમાં પવનચક્કીના કામના સ્થળે કર્મચારી પર પથ્થર વડે હુમલોઃ મીઠાપુર નજીક મોટરકારની ઠોકરે રીક્ષા સવાર યાત્રાળુઓ ઘાયલ

જામખંભાળિયા, તા. રર : દ્વારકા તાબેના આંબેડકર નગર વિસ્તારમાં જૂની નગરપાલિકા પાછળ રહેતા સામતભાઈ સીયાભાઈ ચાનપા નામના ૫૧ વર્ષના આધેડ ગત તારીખ ૨૨ મે ના રોજ તેમના માતા જેઠીબેન સીયાભાઈ ચાનપા (ઉ.વ. ૭૬) ને સાથે લઈને તેમના જી.જે. ૩૭ એમ. ૪૮૭૦ નંબરના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે ભીમરાણા ગામના પુલથી નીચે ઉતરતી વખતે મહારાષ્ટ્ર પાસિંગની એક મોટરકારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં બાઈક ચાલક સામતભાઈને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત તેમના માતા જેઠીબેનને પણ માથાના ભાગે તેમજ હાથમાં ઇજાઓ થતાં તેમને જરૂરી સારવાર આપવામાં આવી હતી અને તેમના ઘરે ચાલુ સારવાર અને બેડરેસ્ટ વચ્ચે શનિવાર તા. ૨૦ ના રોજ તેમનું મળત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મીઠાપુર પોલીસે મૃતકના પુત્ર સામતભાઇ ચાનપાની ફરીયાદ પરથી મોટરકારના ચાલક સામે આગળની તપાસ મીઠાપુરના પી.આઇ.કે.એસ. ગરચર દ્વારા હાથ ધરવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે પવનચક્કીની એક ખાનગી કંપની દ્વારા પવનચક્કીના ફાઉેશન બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે આ સ્થળે મોટરસાયકલ પર ધસી આવેલા પટેલકા ગામના વેજા કરંગીયા નામના શખ્સ દ્વારા અહીં રહેલા કંપનીના કર્મચારી અને સુરતના મૂળ રહીશ તથા હાલ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા નિતેશ ઓમપ્રકાશ સિંગ રાજપુત (ઉ.વ. ૩૭) સહિતના કર્મચારીઓને ગાળો ભાંડી, પથ્થરના ઘા મારતા તેમને ઇજાઓ થવા પામી હતી.
મીઠાપુર નજીકના નાગેશ્વર રોડ ઉપર એક રીક્ષામાં બેસીને જઈ રહેલા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રહીશ અનિરુદ્ધસિંહ ચનાજી ચાવડા (ઉ.વ. ૩૪) તથા તેમના પરિવારજનો રીક્ષામાં ગોપી તળાવથી બેટ દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે નાગેશ્વર રોડ ઉપરના માર્ગ પર ગ્રફલતભરી રીતે આવી રહેલી જી.જે. ૦૫ જે.એલ. ૯૬૦૨ નંબરના આર્ટિગા મોટરકારના ચાલકે રીક્ષાને સામેથી ટક્કર મારી હતી. જેના કારણે રીક્ષામાં જઈ અનિરુદ્ધસિંહને માથાના ભાગે તથા ગીતાબાને પગમાં ફ્રેકચર તેમજ અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.
મીઠાપુરમાં જુગાર રમતા
મહિલાઓ સહિત પાંચ ઝડપાયા
સુરજકરાડી વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ઝરીના ઈબ્રાહીમ પાલેજા, રેશ્માબેન ઈબ્રાહીમ પાલેજા, નૈણાબેન નાથાભા માણેક, આદમ જીકરભાઈ બેતારા અને તાલબ દાઉદ સપ નામના પાંચ વ્યક્તિઓને ઝડપી લઈ, કુલ રૂ. ૨,૫૫૦ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
