<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ચુંટાયેલ પદાધિકારીઓએ સબળ-સંતુલિત વિકાસલક્ષી અભિગમ સાથે સાશન ચલાવી લોકોની અપેક્ષા સંતોષવી પડશે

પડધરી તાલુકા પંચાયતમાં હવે પદાધિકારીઓની વરણીના પડધમ વાગી રહયા છે ત્‍યારે

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા.૧૧: સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં પડધરી તાલુકા પંચાયતની ૧૬ બેઠકો અને જિલ્લા પંચાયતની બે બેઠકો માટે ઉમેદવારોની પસંદગીનો પ્રથમ તબક્કો અને બીજા તબક્કામાં વહીવટી તંત્ર દ્વારા આગવું આયોજન, પારદર્શક વ્‍યાપક કાર્યવાહી તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા જાળવી રાખવા માટે પ્રશાસન દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલ મતદાન તથા મતગણતરી પણ પૂર્ણ થયેલ છે.

પડધરી તાલુકા પંચાયતની ૧૬ બેઠકો પૈકી ૧૨ બેઠકો અને જિલ્લા પંચાયતની બે બેઠકો પર ભાજપનો ભવ્‍ય વિજય થતા ફરી પડધરી તાલુકા પંચાયતમાં સ્‍પષ્ટ બહુમતીથી સત્તા પર આવશે, અને તાલુકા પંચાયતમાં ૪ કોંગ્રેસ સદસ્‍યો ચૂંટાઈ આવ્‍યા છે. સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થાઓમાં ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત છે, જેનો ઉદ્દેશ્‍ય સત્તામાં મહિલાઓનું પ્રતિનિધિત્‍વ વધારવાનો છે. રોટેશન મુજબ પડધરી તાલુકા પંચાયતના આગામી પ્રમુખ પદ માટે સામાન્‍યસ્ત્રી અનામત છે, જેથી પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ મહિલા રહેશે.

હવે સૌથી મહત્‍વનો તબક્કો શરૂ થાય છે, લોકોએ આપેલા વિશ્વાસને કાર્ય દ્વારા સાબિત કરવાનો.ચૂંટણી માત્ર હારપ્રજીત સુધી મર્યાદિત નથી, તે લોકોની આશાઓ, વિશ્વાસ અને ભવિષ્‍યના સ્‍વપ્નો સાથે જોડાયેલ પ્રક્રિયા છે. આ સમયે ચાલી રહેલી નેતળત્‍વ પસંદગી અંગેની ચર્ચાઓ વચ્‍ચે એક વાત સ્‍પષ્ટ છે કે વિકાસ અને સુશાસન માટે માત્ર જ્ઞાતિ આધારિત વિચારસરણી પૂરતી નથી. તાલુકાના વાસ્‍તવિક પ્ર‘ો, લોકોની રોજિંદી જરૂરિયાતો અને આવનારા સમયના પડકારોને ધ્‍યાનમાં રાખીને સંવેદનશીલ અને સંતુલિત નિર્ણય લેવો સમયની માંગ છે.

ચૂંટણીમાં વિજયી થયેલા પ્રતિનિધિઓ માટે આ સમય નમ્રતા અને જવાબદારીનો છે, જ્‍યારે પરાજિત થયેલા નેતાઓ માટે આ સમય વધુ નજીકથી સમાજ સાથે જોડાઈને સેવા કરવાનો છે. હાર માત્ર પરિણામ છે, પણ મળેલા દરેક મતમાં લોકોની અપેક્ષા છુપાયેલી છે, અને તે અપેક્ષાઓને પૂરી કરવી એ તેમની નૈતિક ફરજ છે. લોકશાહીમાં મજબૂત વિપક્ષ પણ એટલો જ જરૂરી છે જેટલું સશક્‍ત શાસન, જેથી વિકાસમાં સંતુલન અને પારદર્શિતા જળવાઈ રહે. આજની સૌથી મોટી જરૂર છે એકતા, સંવાદ અને સહકાર. મતભેદો સ્‍વાભાવિક છે, પરંતુ વિકાસ માટે સહમત અને સંકલન વધુ મહત્‍વપૂર્ણ છે.

આપણા તાલુકા માટે આજનો સંદેશ સ્‍પષ્ટ છેઃ ‘જ્ઞાતિ નહીં, વિકાસ, વિશ્વાસ અને કાર્યક્ષમતા. અમારી સાચી ઓળખ બનાવવી જોઈએ. આપણે સૌ મળીને એવો પડધરી તાલુકો બનાવીએ જ્‍યાં નેતળત્‍વમાં સંવેદના હોય, નિર્ણયોમાં ન્‍યાય હોય અને વિકાસમાં સૌનો હિસ્‍સો હોય. એ સાચું નેતળત્‍વ... જે વિશ્વાસ જીતે, તટસ્‍થ રહે અને વિકાસ તરફ દોરી જાય.'

પડધરી તાલુકો આજે એવા મંચ પર ઊભો છે જ્‍યાં આધારભૂત સુવિધાઓનો વિકાસ, યુવાનો માટે રોજગાર, ખેડૂત હિત, ગુણવત્તાયુક્‍ત શિક્ષણ અને આરોગ્‍ય જેવી બાબતોને પ્રાથમિકતા આપવી અનિવાર્ય બની છે. આ પ્રશ્‍નો કોઈ એક વર્ગ કે સમાજના નથી, આ દરેક ઘરની, દરેક ગામની અને દરેક નાગરિકની જરૂરિયાત છે. લોકશાહીમાં નેતાનું સ્‍થાન માત્ર પદથી નથી મપાતું, પરંતુ તેની વિચારસરણી, તટસ્‍થતા અને લોકો સાથેના જોડાણથી નિર્ધારિત થાય છે. સારો નેતા એ છે જે દરેક અવાજને સાંભળે, દરેક લાગણીને સમજે છે અને દરેક નિર્ણયમાં ન્‍યાય અને સમાનતા જાળવે છે. પ્રજાનો વિશ્વાસ જીતવો એ માત્ર ફરજ નથી, તે નેતળત્‍વની સૌથી મોટી કસોટી છે.

વર્તમાન સમયમાં રાજ્‍ય અને રાષ્‍ટ્રીય સ્‍તરે અનેક યોજનાઓ અમલમાં છે, આ યોજનાઓનો વાસ્‍તવિક લાભ પડધરીના છેવાડાના માણસ સુધી પહોંચે તે સુનિશ્‍ચિત કરવું અને સાથે સ્‍થાનિક જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને વિકાસની દિશા નક્કી કરવી એ સાચા નેતળત્‍વની ઓળખ છે. આજનો યુવા વર્ગ જાગળત, શિક્ષિત અને પરિણામ કેન્‍દ્રિત છે. સમાજ હવે માત્ર વચનો નહીં પરંતુ પારદર્શક કામગીરી અને સ્‍પષ્ટ પરિણામો માંગે છે, તેથી નેતળત્‍વમાં નવી વિચારસરણી, ટેકનોલોજીનો ઉપયોગ અને જવાબદારીયુક્‍ત કાર્યપદ્ધતિનો સમાવેશ અનિવાર્ય છે.

(1:14 PM IST)