તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ગીર સોમનાથમાં ચૂંટણી વિવાદ : મસ્જિદોના રક્ષણના નામે
'આપ'ને વોટ આપવાની અપીલ કરતો ફતવો અને વીડિયો વાયરલ 'ફતાવા એ મિલ્લત' નામે પત્રમાં ઇસ્લામના રક્ષણ માટે આપને મત આપવા સૂચના : વીડિયોમાં તૂટેલા ઘર-મસ્જિદોનો બદલો લેવાની વાત : 'આપ' તરફથી પ્રતિભાવ નથી

રાજકોટ તા.૨૫ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં ધાર્મિક લાગણીઓ અને સમુદાયની એકતાનો હવાલો આપીને આમ આદમી પાર્ટી માટે વોટ માંગતો ફતવો અને વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.
વાયરલ થયેલા 'ફતાવા એ મિલ્લત' નામના લેખિત સંદેશમાં મુસ્લિમ સમુદાયને પોતાની ઓળખ અને મસ્જિદો બચાવવા એકજૂથ થવા જણાવાયું છે. સંદેશમાં ઉલ્લેખ છે કે ઇસ્લામના રક્ષણ માટે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની તરફેણમાં મતદાન કરવું દરેક સમજદાર મુસ્લિમ માટે ફરજિયાત છે. પત્રમાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે જે કોઈ આ નિર્ણય વિરુદ્ધ જઈને અન્ય કોઈને વોટ આપશે, તેને કૌમનો ગદ્દાર માનવામાં આવશે.
બીજી તરફ, વાયરલ થયેલા એક વીડિયો સંદેશમાં એક વ્યકિત તૂટેલા ઘરો અને મસ્જિદોનો બદલો લેવાની વાત કરી રહ્યો છે. વીડિયોમાં દાવો કરાયો છે કે આમ આદમી પાર્ટીએ બુલડોઝરથી તોડી પડાયેલા ઘરો અને મસ્જિદો/દરગાહોને ફરીથી ઊભા કરવાનું વચન આપ્યું છે. વીડિયોમાં ગીર સોમનાથ વિસ્તારના લોકોને આગામી રવિવારે ૨૬ તારીખે આમ આદમી પાર્ટીને મત આપીને વિજેતા બનાવવાની અપીલ કરવામાં આવી છે.
આ બંને બાબતો સામે આવ્યા બાદ સ્થાનિક ચૂંટણીમાં ધાર્મિક ધ્રુવીકરણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટી તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
