<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

કચ્છના સાંઘી સિમેન્ટ પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક ટ્રકો દોડતી થઈ: અદાણી સિમેન્ટની ગુજરાતમાં હરિયાળી પરિવહન તરફ મોટી પહેલ, માર્ચ સુધીમાં ૪૧૦ અને વર્ષ ૨૦૩૦ સુધીમાં બે હજારથી વધુ ટ્રકો દોડાવવાનું આયોજન

કુલ માર્ગ પરિવહનના દસ ટકા કામમાં ઇલેક્ટ્રિક ટ્રકોનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક: દર વર્ષે ૨૫ હજાર ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટી જશે: જે ૧.૧૦ કરોડ લિટર ડીઝલની સમકક્ષ બચત સમાન થશે

અમદાવાદ: અદાણી સિમેન્ટે ગુજરાતના સાંઘી સિમેન્ટ પ્લાન્ટ ખાતે ભારે માલવાહક ઇલેક્ટ્રિક ટ્રકોનો ઉપયોગ શરૂ કર્યો છે. સિમેન્ટ અને ક્લિન્કરના પરિવહન માટે કંપનીએ પ્રથમ તબક્કામાં માર્ચ ૨૦૨૭ સુધીમાં ૪૧૦ ઇલેક્ટ્રિક ટ્રકો કાર્યરત કરવાની યોજના જાહેર કરી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં આ સંખ્યા બે હજારથી વધુ કરવાની અને કુલ માર્ગ પરિવહનના દસ ટકા કામમાં ઇલેક્ટ્રિક ટ્રકોનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે ૪૧૦ ટ્રકોનો કાફલો સંપૂર્ણ કાર્યરત થયા બાદ દર વર્ષે અંદાજે ૨૫ હજાર ટનથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડી શકાશે અને લગભગ ૧.૧૦ કરોડ લિટર ડીઝલની સમકક્ષ બચત થશે. અદાણી સિમેન્ટના મુખ્ય કાર્યકારી અધિકારી વિનોદ બાહેતીએ જણાવ્યું કે દેશના અન્ય પ્લાન્ટ અને માર્ગો ઉપર પણ આ વ્યવસ્થા વિસ્તારવામાં આવશે. 

(11:26 PM IST)