તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
ખાણ ખનીજના અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર આરોપીના મકાનેથી .૮૦,૦૦૦ની વીજ ચોરી ઝડપી પાડતી ધ્રોલ રૂરલ PGVCL ટીમ તથા જોડીયા પોલીસ
આરોપી-રઝાકભાઇ ઉર્ફે એઝાઝ સુમારભાઇ ઝખરાના રહેણાંક મકાનમાં ચેકીંગ કરતા વીજ ચોરી ઝડપાઇ

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, નિર્લીપ્ત રાય (IPS) તથા જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની (IPS) નાઓએ અવાર નવાર ગુન્હા કરવાની ટેવ વાળા આરોપીના રહેણાંક મકાને પીજીવીસીએલ ટીમના સંકલનમાં કામ કરી ગેરકાયદેસર વીજ ચોરી પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને જામનગર ગ્રામ્ય ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાનાઓએ આ બાબતે વીજચોરી પકડી પાડવા માર્ગદશન તથા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ જોડીયા પો.સ્ટે.ના પો.ઇન્સ. પી.એન.ખાચર તથા જોડીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ધ્રોલ રૂરલ પીજીવીસીએલ ટીમને સાથે રાખી જોડીયા પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૦૨૦૨૫૨૬૦૨૭૭/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા-૨૦૨૩ ની કલમ ૨૨૧, ૧૧૫(૨). ૩૫૨, ૩૫૧(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબના કામેના ખાણ-ખનીજના અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર આરોપી-રઝાકભાઇ ઉર્ફે એઝાઝ સુમારભાઇ ઝખરા (રહે.ધ્રાંગડા ગામ તા.જી.જામનગર વાળા) ના રહેણાંક મકાને જઇ ધ્રોલ રૂરલ પીજીવીસીએલ ટીમ દ્વારા ચેકીંગ કરતા ત્યા વીજચોરી થતી હોવાનું જણાઇ આવતા ધ્રોલ રૂરલ પીજીવીસીએલ દ્વારા આરોપીને આશરે રૂ.૮૦,૦00/- નો દંડ આપવાની કાર્યવાહી તથા વીજમીટર ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીનુ નામ:- રઝાકભાઇ ઉર્ફે એઝાઝ સુમારભાઇ ઝખરા રહે.ધ્રાંગડા ગામ તા.જી.જામનગર
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ:-
(૧) શેઠવડાળા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૬/૨૦૧૫ આઇ.પી.સી. કલમ ૩૬૫, ૧૨૦(બી) મુજબ
(૨) પંચ એ ડીવી.પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં.૧૦૬/૨૦૧૫ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(એ)(બી) તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ
(૩) પંચ એ ડીવી.પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં.૭૬/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૨૯૬(બી), ૫૪ તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(આર), ૩(૧)એસ) વિગેરે મુજબ
(૪) જોડીયા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૨૦૨૫૨૬૦૨૭૭/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ- ૨૨૧, ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
