<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

‘હાથિયો' બેસી ગયોઃ અંતિમ તબક્કાના વરસાદ માટે મહત્‍વનું મનાતું આ નવમા નક્ષત્ર નો પ્રભાવ કેવો રહેશે ?

ખેતરોમાં પોણા ત્રણ માસના ઉભા ખરીફ પાકને હજુ બે રાઉન્‍ડ પાણીની જરૂર ગાજ-વીજ સાથે હસ્‍ત નક્ષત્રમાં વરસતા વરસાદના આધારે આગામી વર્ષે ચોમાસુ કેવું રહેશે તેનું અનુભવી ખેડૂતો અનુમાન લગાવે છેઃ પાછોતરો વરસાદ શિયાળુ સીઝન માટે પણ ફાયદા રૂપત

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ર૮ :.. ગઈકાલ તારીખ ૨૭ સપ્‍ટેમ્‍બર થી ચોમાસુ સીઝન ના અંતિમ તબક્કા ના વરસાદ માટે મહત્‍વ નું મનાતું નવમું નક્ષત્ર ‘હાથિયો' (હસ્‍ત)  બેસી ગયો છે. ત્‍યારે હાથિયા નક્ષત્ર નોં કેવો પ્રભાવ રહે છે? તે બાબત  ખેડુતો સહિત જાણકારો માટે ચર્ચા નોં વિષય બનેલ છે.

    હિન્‍દુ કેલેન્‍ડર (પંચાંગ) મુજબ શ્રાદ્વ પક્ષની શરૂઆત ના બીજા દિવસ થી અર્થાત ભાદરવા વદ એકમ થી આઠમું નક્ષત્ર ઉત્તરા-ફાલ્‍ગુની (ઓતરા) પૂર્ણ થતાં સૂર્ય એ આગામી ૧૪ દિવસ માટે હસ્‍ત નક્ષત્રમાં પ્રવેશ કરેલ છે. આ હાથિયા નક્ષત્ર નું વાહન ઉંદર છે.  જે ભાદરવા વદ અમાસ (આગામી તારીખ ૧૦ ઓક્‍ટોબર) સુધી રહેશે. ત્‍યાર બાદ દસમું નક્ષત્ર ચિત્રા ની શરૂઆત થશે. તેના બીજા દિવસથી આસો માસ ની નવરાત્રી નો શુભારંભ થશે.

     આ હાથિયો નક્ષત્ર ચોમાસુ સિઝન ના પાછોતરા વરસાદ માટે મહત્‍વનું માનવામાં આવે છે.અનુભવી ખેડૂતો હાથીયા નક્ષત્રમાં વરસેલ વરસાદ પરથી આગામી વર્ષનું ચોમાસુ કેવું રહેશે તેનો અંદાજો લગાવે છે. જો આ નક્ષત્ર દરમિયાન વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ થાય તો આગામી વર્ષ માટે સારા ચોમાસા ના સંકેત માનવામાં આવે છે. જાણકારોના જણાવ્‍યા મુજબ હાથિયા નક્ષત્રને ચોમાસુ સિઝનના છેલ્લા રાઉન્‍ડનો વરસાદ નું નક્ષત્ર માનવામાં આવે છે. ત્‍યારબાદ થતા વરસાદને માવઠું અથવા કમોસમી વરસાદ કહેવામાં આવે છે.સામાન્‍ય રીતે આ નક્ષત્રમાં બપોર બાદ ગાજ-વીજ સાથે હળવા થી ભારે વરસાદ કે ઝાપટા પડવાની શકયતા રહે છે.

    બીજી તરફ આ નક્ષત્રમાં પાછોતરો સામાન્‍ય કે મર્યાદિત વરસાદ પડતા  ખરીફ પાકને જરૂરી છેલ્લા રાઉન્‍ડનું કુદરતી પાણી મળી રહે છે. અને ખેતી પાક માટે ફાયદા રૂપ બને છે. સાથે જમીનમાં ભેજનું ઙ્કમાણ જળવાઈ રહેતા શિયાળુ પાક માટે પણ આ પાછોતરો વરસાદ અમળત સમાન સાબિત થાય છે.જોકે આ દરમિયાન અતિ વળષ્ટિ જેવી સ્‍થિતિ સર્જાય  તો ચોમાસુ સિઝનના તૈયાર થયેલ પાકને નુકસાન થવાનું જોખમ પણ રહે છે.

     દરમિયાન  ખેડૂતોના જણાવ્‍યા  મુજબ  જેઓએ આગોતરું  (ઓરવેલ) વાવેતર કરેલ હતું તે તેનો પાક તૈયાર થઈ ગયેલ છે. જ્‍યારે ચોમાસુસીઝનના પ્રથમ વાવણી  જોગા વરસાદ બાદ જે ખેડૂતોએ  વાવેતર કરેલ છે.  તેમનો પાક આશરે પોણા ત્રણ માસ જેવો થયેલ છે. આ પાક લગભગ આગામી ૧૫ થી ૨૦ દિવસમાં તૈયાર થઈ ગયા બાદ ઉપાડવાનું શરૂ થશે.  હાલ અઠવાડિયામાં જો વરસાદ ન થાય તો પુનઃ પીયત કરવું પડશે. હજુ બે રાઉન્‍ડ જેટલા વરસાદની જરૂર છે. ત્‍યારે આગામી ૧૦ તારીખ સુધીમાં  હાથીયા નક્ષત્ર ની ‘ચાલ' કેવી રહેશે તે તરફ ખેડૂતો સહિત જાણકારો નું ધ્‍યાન ખેંચાયેલું છે.

(12:24 PM IST)