તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
૧૯૬પમાં પાકિસ્તાની બોટ દ્વારા મધરાતે ૧પ૬ બોમ્બની વર્ષા છતાં દ્વારકામાં તણખલું ન ખર્યું

દ્વારકા તા. ર૩: સને ૧૯૬પમાં પાકિસ્તાન દ્વારા વામન જયંતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રીના સમયે મેલી મુરાદથી દરીયાઇ માર્ગે ૧પ૬ જેટલાં બોમ્બથી ભીષણ બોંબમારો કરવામાં આવેલ. પરંતુ સુદર્શન ચક્રધારી જગતપાલક શ્રી દ્વારકાધીશજીએ મંદિર તેમજ સમગ્ર નગરીનું રક્ષણ કરી સમગ્ર નગરીને બચાવતા એક પણ બોમ્બે દ્વારકામાં ન પડતાં શહેરથી દૂર પડેલ. ત્યારથી ભગવાનનો આભાર માનતાં આ શુભદિનને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
