તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ખેડૂત આંદોલનના સમર્થનમાં મોરબીમાં આજે રાત્રે ઈમરજન્સી મીટિંગનું એલાન
પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા રવાપર પંચાયત વાડી પાછળ યોજાનાર બેઠકમાં ખેડૂતપુત્રોને ઉમટી પડવા આહવાન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૯ : મોરબી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂત પુત્રો માટે આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા આયોજિત આ મીટિંગ આજે તારીખ 19-06-2026 ના રોજ રાત્રે 9:00 વાગ્યે કેપિટલ માર્કેટ સામે, રવાપર પંચાયત વાડીની શેરી પાછળ આવેલા ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
આ ઈમરજન્સી મીટિંગના આયોજનનો મુખ્ય હેતુ મોરબીથી ખેડૂત આંદોલનને કેવી રીતે વધુમાં વધુ સપોર્ટ કરી શકાય અને ખેડૂતોને કઈ રીતે ન્યાય અપાવી શકાય તે વિષય પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવાનો છે. આ મીટિંગમાં મોરબી શહેર તેમજ આસપાસના ગામડાઓમાં રહેતા ખેડૂતોના દીકરાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો. નં. 9426518231 પર સંપર્ક ક૨વા યાદીમાં જણાવાયું છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
