News of Friday, 18th September 2026
દરેડ ગામથી મકાનમાં રાખેલ ઇંગ્લીશ દારૂના ચપલા નંગ ૪૯૨ કિ.રૂપીયા .૬૧,૫૦૦ નો મુદ્દામાલ પકડી પાડતી પંચકોશી “બી” ડીવીઝન પોલીસ
બાતમીના આધારે દરેડ ગામ ૧૦૦ ખોલીની પાછળ ખુલ્લા પ્લોટ પાસે સરકારી નિશાળની બાજુમાં મકાનમાં પોલીસે રેડ કરીને દારૂના ચપલા ઝડપ્યા

જામનગર :નાયબ પોલીસ મહાનીરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગનાઓ દ્રારા પ્રોહી/જુગારની ગેરકાયદેસર પ્રવ્રુતી નેસ્તનાબુત કરવા સુચના કરવામા આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો રવી મોહન સૈનીનાઓએ પ્રોહી જુગારના કેશો શોધી અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય તથા જામનગર લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતીભાનાઓના માર્ગદર્શન મુજબ પ્રોહી/જુગારના કેશો સોધી કાઢવા માટે પો.ઇન્સ. વી.જે.રાઠોડ પંચકોશી બી ડીવી.પો.સ્ટે. નાઓ પ્રયત્નશીલ હતા
તે દરમ્યાન પંચકોશી બી ડીવી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ શૈલેન્દ્રસિંહ એસ.જાડેજા તથા પોલીસ કોન્સ જયપાલસિંહ આર.જાડેજા નાઓને મળેલ સયુક્ત બાતમીના આધારે દરેડ ગામ ૧૦૦ ખોલીની પાછળ ખુલ્લા પ્લોટ પાસે સરકારી નિશાળની બાજુમાં રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા પોતાના કબ્જા ભોગવટાના મકાને ભારતીય બનાવટની વિદેશી દારૂના ચપટા વેચાણ અર્થે રાખેલ છે તેવી હકીકત મળતા રેઇડ દરમ્યાન કુલ ચપટા નંગ-૪૯૨ કિ.રૂ.૬૧,૫૦૦/- નો મુદામાલ પકડી પાડેલ તથા મજકુર આરોપી હાજર મળેલ ન હોય જે મજકુર આરોપી વિરુધ્ધ જયપાલસિંહ જાડેજા નાઓએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ શૈલેન્દ્રસિંહ એસ.જાડેજા નાઓએ પ્રોહીબીશન એકટ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી) મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
પકડવા પર બાકી આરોપી
(૧) રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા રહે દરેડ ગામ તા.જી-જામનગર
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.જે.રાઠોડ તથા એ.એસ.આઈ એસ.એસ.જાડેજા તથા પો.હેડ કોન્સ પ્રદીપસિંહ જાડેજા તથા પો.કોન્સ જયપાલસિંહ જાડેજા તથા નિર્મળસિંહ રાઠોડ તથા રાજદીપસિંહ જાડેજા નાઓ દ્વારા કરવામા આવેલ.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
