હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરની ગોસા ચેક પોસ્ટ પાસે ટ્રકમાંથી ૧ કરોડનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો
કપાસિયાના બાચકાંની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂના ૧૧૧૯ બોકસ મળ્યાઃ દારૂ અને ટ્રક સહિત કુલ ૧,૧પ કરોડના મુદામાલ સાથે ડ્રાઇવર પકડાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રઃ ગોસા ચેક પોસ્ટ પાસે પસાર થતા શંકાસ્પદ ટ્રકનું એલસીબીએ ચેકિંગ કરતા કપાસના બાચકામાં દારૂની સીલબંધ બોટલો સાથેના ૧૧૧૯ બોકસ કિ. રૂા. ૧ કરોડના મળી આવતા ડ્રાઇવર બાલુ ટપુભાઇ રે. ગોઢાણાવાળાને પકડી લીધો છે.
એલ.સી.બી. ઇનચાર્જ પો. ઇન્સ. શ્રી આર. કે. કાંબરીયાને બાતમી મુજબ માધવપુર થી પોરબંદર તરફ આવતા નેશનલ હાઇવે ઉપર ટ્રક નં. GJ-32-T-7002 રોકાવી ટ્રક ચેક કરતા કપાસીયાના બાચકાઓની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરેલ પુઠ્ઠાના બોક્ષ મળી આવતા ટ્રક ડ્રાઇવર બાલુ ટપુભાઇ મોરી ઉ.વ. ર૮ રહે. ગોઢાણાવાળાને પકડી લીધો છે.
વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭પ૦ એમએલ તથા ૧૮૦ એમએલ ભરેલ કંપની શીલપેક કાચની તથા પ્લાસ્ટીકની બોટલો ભરેલ પુઠ્ઠાના બોકસ નંગ-૧૦૯૪ તથા બોટલો બાચકા નંગ-૦પ માંની પેટીઓ નંગ-રપ મળી કુલ પેટીઓ નંગ-૧૧૧૯ કુલ નાની-મોટી બોટલો નંગ-રપ,પ૬૦ કુલ કિ. રૂા. ૧,૦૦,૩૦,૮૭ર/- (એક કરોડ ત્રીસ હજાર આઠસો બોતેર) તથા ટાટા કંપનીનો ટ્રક કિ. રૂા. ૧પ,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ. રૂા. ૧૦,૦૦૦/- તથા કપાસીયાના બાચકા નંગ-૬૦ કિ. રૂા. ૯૦૦૦/- મળી કુલ મુદામાલ રૂા. ૧,૧પ,૮૭ર/- (એક કરોડ પંદર લાખ ઓગણ પચ્ચાસ હજાર આઠસો બોતેર) ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને પકડી લીધો હતો.
આ દારૂ આરોપી વીરા હીરાભાઇ હુણનાએ આરોપી ખીમા મેસુરભાઇ કોડીયાતર તથા આરોપી ભગુ કરશનભાઇ ભારાઇના કહેવા મુજબ ટ્રક આરોપી બાલુ ટપુભાઇ મોરીને સોંપી દીધો હતો અને તે મુજબ પોરબંદર પહોંચાડવા જણાવેલ હોય. જેથી ચારેય વિરૂધ્ધ નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમ ૬પઇ, ૧૧૬બી, ૯૮(ર), ૮૧, ૮૩ મુજબનો ગણનાપાત્ર ગુન્હો નોંધવામાં આવ્યો છે.
એક કરોડનો દારૂ પકડવાની આ કામગીરીમાં LCB I/C PI શ્રી આર. કે. કાંબરીયા તથા ASI ઉદયભાઇ વરૂ, રાજેન્દ્રભાઇ જોષી, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, મુકેશભાઇ માવદીયા તથા HC સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મકકા, કુલદીપસિંહ જાડેજા, વિપુલભાઇ ઝાલા, લક્ષ્મણભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, જીતુભાઇ દાસા તથા WASI રૂપલબેન લખધીર તથા PC નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. HC જગમાલભાઇ ભારવાડીયા તથા ડ્રા. PC રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
