<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

સમસ્‍ત કાંયાણી જાડેજા પરિવારના કુળદેવી મોમાઇ માતાજી મંદિર (કટારીયા-કચ્‍છ)ખાતે તા.૨૦મીના વિજયાદશમી હવન

રાજકોટઃ સમસ્‍ત કાંયાણી જાડેજા પરિવારના કુળદેવી શ્રી મોમાઇ માતાજી (કટારીયા-કચ્‍છ) ખાતે દર વર્ષે પરંપરાગત ઉજવાતા ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત વિજયાદશમીના શુભદિને તા.૨૦ને મંગળવારના રોજ માતાજીનો હવન સવારે ૮ થી ૧૧:૧૫ દરમિયાન યોજાયો છે. આ નિમિતે ખીજડીપુજન સવારે ૯ વાગ્‍યે કરવામાં આવશે. બાદમાં સરસ્‍વતી સન્‍માન કાર્યક્રમમાં સમાજના શૈક્ષણિક, સામાજીક અને સરકારી ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્‍વી તારલાઓનું સન્‍માન થશે. હવનવિધિમાં જાડેજા હરપાલસિંહ હનુભા તથા જાડેજા રાજેન્‍દ્રસિંહ મહેન્‍દ્રસિંહ (લલીયાણા) પરિવાર બિરાજશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સમસ્‍ત જાડેજા કાંયાણી પરિવારો અને રાજપુત સમાજને ભાવભર્યું આમંત્રણ મોમાઇ માતાજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા પાઠવવામાં આવ્‍યુ છે.

(2:27 PM IST)