તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
જામનગરમાં મિશ્ર ઋતુને કારણે રોગચાળા વકર્યો: ડેન્ગ્યુ, મલેરિયા સહિતના મચ્છરજન્ય રોગોના કેસમાં સતત વધારો
જીજી હોસ્પિટલની OPDમાં દરરોજ અંદાજે 2 હજાર દર્દીઓ સારવાર માટે આવે છે,શરદી, તાવ, ઉધરસ અને ઝાડા-ઊલટીના દર્દીઓની સંખ્યામાં પણ વધારો

જામનગરમાં મિશ્ર ઋતુને કારણે રોગચાળામાં વધારો થયો છે. ડેન્ગ્યુ, મલેરિયા સહિતના મચ્છરજન્ય રોગોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જીજી હોસ્પિટલની OPDમાં દરરોજ અંદાજે 2 હજાર દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. શરદી, તાવ, ઉધરસ અને ઝાડા-ઊલટીના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. મેડિસિન વિભાગમાં સામાન્ય દિવસો કરતાં 100થી 150 દર્દીઓ વધુ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસથી ડેન્ગ્યુ અને મલેરિયાના દરરોજ 10થી વધુ કેસ સામે આવી રહ્યા છે. વધતા રોગચાળાને પગલે ડૉક્ટરોએ લોકોને સાવચેત રહેવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
