તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th November 2026
જામનગરમાં એસ્ટેટ શાખાના કર્મચારી રસ્તા ઉપર દબાણ હટાવવા જતા હુમલાનો ભોગ બન્યા : પોલીસ ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪ : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મહાનગરપાલિકામાં નોકરી કરતા કમલેશભાઈ ગોવિંદભાઈ ગઢવી, ઉ.વ.૪૦, રે. જામનગર મહાનગરપાલિકા સેવા સદન, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી કમલેશભાઈ જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ શાખામાં ફરજ બજાવતા હોય અને તા.૩-૧૧-ર૦ર૬ ના પોતાના એસ્ટેટ શાખાના સ્ટાફ સાથે દિપક ટોકીઝ થી સુભાષ શાક માર્કેટ તરફ જતા રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી કરતા હોય તે દરમ્યાન લંઘાવડના ઢાળીયા પાસે, રોનક જનરલ સ્ટોર પાસે જાહેર રોડ પર એક ખાલી રેકડી રોડ પર રાખી દબાણ કરેલ હોય જેથી રેકડી એસ્ટેટ શાખાના કિશનભાઈ મેઘજીભાઈ ગોહીલ એસ્ટેટ શાખાના ટ્રેકટરમાં ભરતા હોય તે દરમ્યાન આ રેકડી વાળા આરોપી અબુમીયા કાદરી આ રેકડી ભરવા બાબતે સાહેદ કિશનભાઈ સાથે બોલાચાલી કરી જાહેરમાં તેમને ગાળો આપી તેમની સાથે જપાજપી કરી બીજા બે અજાણ્યા ઈસમો આવી આ કિશનભાઈ સાથે જપાજપી કરી ત્રણેય એકસંપ કરી કિશનભાઈને શરીરે આડેધડ માર મારી શરીરે મુંઢ ઈજાઓ કરી અને જો એસ્ટેટ શાખાના કર્મચારી હવે રેકડી લેવા આવશે તો તેમને જાનથી મારી નાખીશું તેમ ધમકી આપી ફરીયાદી કમલેશભાઈની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.
દારૂ ઝડપાયો : આરોપી ફરાર
જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. યજુવેન્દ્રસિંહ મહિપતસિંહ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-૧૧-ર૦ર૬ ના શાંતીનગર શેરી નં૭ ના છેડે સર્વેશ્વર મહાદેવના મંદિર પાસે આરોપી પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજા પોતાના રહેણાક મકાનમાં એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧ર, કિંમત રૂ.૭૭૧ર/- તથા બીયર ટીન નંગ-ર૦, કિમત રૂ.રપ૦૦/- મળી કુલ રૂ.૧૦ર૧ર/- ના મુદામાલ રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂ સાથે બે ઝડપાયા
જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઘેલુભા વાઢેર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-૧૧-ર૦ર૬ ના ગ્રીન માર્કેટ, ત્રણ દરવાજા પાસે રોડ ઉપર આરોપી અમીત ઉર્ફે કોટન હિતેશભાઈ પારજીયા, હિતેષ ઉર્ફે ટીડો કિશોરભાઈ રોડીયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-પ, કિંમત રૂ.૬૦૦૦/- તથા ચપલા નંગ-ર૪, કિંમત રૂ.૭ર૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧૩,ર૦૦/- સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.
દારૂના હેરાફેરી કરતા
બે ઝડપાયા
જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. નિલેશભાઈ વજુભાઈ ઠાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-૧૧-ર૦ર૬ ના જામનગર નાગનાથ ગેઈડ પાસે આવેલ માઈલ્સ સ્ટોન કોમ્પ્લેક્ષના પાર્કીગમાં આરોપી સમીર ઉર્ફે ખાન મુસ્તાકભાઈ ખાન, ભરત ઉર્ફે ભરતો શૈલેષભાઈ ગોસ્વામી એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩પ, કિંમત રૂ.૩૦,પ૦૦/- હેરાફરી કરી તથા મોટરસાયકલ કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧,૩૦,પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
ગાળો બોલવા બાબતે બઘડાટી
જામનગર : અહીં બાઈની વાડીમાં રહેતી દેવીબેન મુળજીભાઈ સોલંકી ઉ.વ. ૭૦ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૩ ના રોજ આ કામેના આરોપીઓ હરીશ ભટૃી ફરીયાદીના ઘર પાસે આવી ગાળો બોલતો હોય જેથી ફરીયાદીએ તેમને ગાળો બોલવાની ના પાડતા આરોપી હરીશ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમફાવે તેમ ગાળો કાઢવા લાગેલ અને થોડા સમય બાદ ફરીયાદીની ભત્રીજી રતનબેન ત્યાંથી નીકળતા આરોપીએ તેમની સાથે બોલાચાલી કરી ગાળો કાઢી ઝપાઝપી થતા આરોપીઓ નાગલબેન ભટૃી, ખીમજી ભટૃી એ ત્યાં આવી જઈ સાહેદ અલ્પાબેન તથા કમલેશભાઈ સાહેદ રતનબેનને છોડાવવા આવતા આ આરોપીઓએ ઝપાઝપી કરી મુંઢ ઈજાઓ કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.
માર માર્યાની ચાર સામે ફરીયાદ
જામનગર : અહીં હર્ષદમીલની ચાલીમાં રહેતા તરૂણભાઈ રાજેશભાઈ સાદીયા ઉ.વ. ૧૮ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૩ ના રોજ ફરીયાદી તેમના ભાઈ સાથે હર્ષદમીલની ચાલીમાં આવેલ મા પાન પાસે હાજર હોય તે સમયે આ કામના આરોપી વફાન ઓસમાણ ખફી ત્યાં આવી ફરીયાદીના ભાઈ માનવ સાથે ગાડી ઉપર બેસવા બાબતે બોલાચાલી કરી ગાળો કાઢી જાતિ પ્રત્યે અપાનજનક શબ્દો બોલતો હોય જે ફરીયાદીએ બોલવાની ના પાડતા આરોપી વફાન ઓસમાણ ખફી અને અવેશ ઓસમાણ ખફી, અસરઅલી ઉર્ફે નુરઅલી જેમલાણી અને હસન ઉર્ફે જાડો પઠાણએ એ જાતિપ્રત્યે અપમાનીત કરી લોખંડના પાઈપ તથા ચાવી વડે શરીરે મુંઢ માર મારી ઈજાઓ કરી કહેલ કે તારા પિતા સાથે ઝગડો કરી ઈજાઓ કરી ગર્ભીત ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.
જુગાર રમતી ૧ મહિલા સહિત આઠ ઝડપાયા : એક ફરાર
જામનગર : એલીસી.બી. શાખાના એમ.એ.સૈયદએ તા. ૪ ના રોજ ચુનાનો ભઠો બાઈની વાડી પાસે આ કામેના આરોપી મંજુબેન જીણાભાઈ સાદીયાના મકાને રેઈડ કરતા ત્યાં ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય રેઈડ દરમ્યાન આરોપીઓ ફીરોજ હુશેન ખફી, એજાજ અહેમદ દેસરાણી, સાહીલ સીદીક હીંગોળા, કલ્પેશ જેસંગ રાઠોડ, શબીર અબાભાઈ ખફી, મહમદહુશેન અબાસ ખફી, ગોપાલ કિશન પરમાર, મંજુબેન જીણાભાઈ સાદીયાને રોકડ રૂા. ૬૩૧૦૦ તથા મોબાઈલ ફોન ૪ કિંમત રૂા. ર૦ હજાર મળી કુલ રૂા. ૮૩૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા જયારે આબીદ હનીફ પીંજારા નાશી ગયો હતો.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
